SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અભિલેખવિદ્યા આ તામ્રપત્ર પહેલાં Indian Antiquary | Vol. V માં લેખની પ્રતિકૃતિ વિના પ્રગટ થયેલું, તે Corpus Inscriptionum Indicarum ના Vol. IV માં પ્રતિકૃતિ અને અનુવાદ સાથે પ્રકાશિત થયું છે.૩૬ આ રાજવંશના રાજાઓ શરૂઆતમાં પિતાને ગુર્જરનૃપતિવંશના ગણાવતા. “ગુર્જરપતિવંશ” એટલે (૧) ગુર્જર જાતિના રાજાઓનો વંશ અથવા (૨) ગુજરદેશના રાજાઓનો વંશ એવો અર્થ થાય. આ રાજાઓ રાજસ્થાનની પ્રતીહારવંશની શાખારૂપ લાગે છે; પ્રતીહારે ગુજર જાતિના હતા કે કેમ એ વિવાદાસ્પદ છે. આગળ જતાં આ વંશના રાજાઓ પિતાને પાંડવોના સમકાલીન) કર્ણના વંશજ ગણાવે છે. . | સામાન્ય રીતે આ રાજવંશની વંશાવળી દ૬ ૧ લા થી શરૂ થાય છે. એને પુત્ર જયભટવીતરાગ (જયભટ ૧ લો) હતો ને એનો પુત્ર દ૬ પ્રશાંતરાગદ૬ ૨ જે હતો, જે ચક્રવતી હર્ષાને સમકાલીન હતો ને જેણે વલભીપતિ ધ્રુવસેન બાલાદિત્યનું પરિત્રાણ કરેલું. દ૬ ૨ જાને પુત્ર જયભટ ૨ જે, એનો પુત્ર દ૬ ૩ –દઃ બાહુસહાય, એનો પુત્ર જયભટ ૩ જે, એનો પુત્ર અહિરલ અને એને પુત્ર જયભટ ૪ થો હતો, આ વંશની રાજધાની પહેલાં નાંદીપુરીનાંદીપુર(નાંદોદ)માં અને પછી ભરુકચ્છ(ભરૂચ)માં હતી. આ રાજાનું એક બીજું દાનશાસન મળ્યું છે, એ સં. ૪૮૬ ના આશ્વિન માસનું છે.૩૭ જયભટ ૪ થે આ વંશનો છેલ્લો રાજા છે, એના બીજા દાનશાસનના પહેલા પતરા પરથી એ જયભટ ૩ જાનો પૌત્ર અને અહિરલનો પુત્ર હોવાનું માલુમ પડ્યું છે. આ પતરા ઉપર કુલ ૨૬ પંકિત કોતરેલી છે. જયભટ પોતાના પુરગામીઓની જેમ પંચ મહાશબ્દ ધરાવતો ને “મહા સામતાધિપતિ’ કહેવાતો. પુરેગામીઓની જેમ એ પરમ માહેશ્વર હશે. એની પ્રશસ્તિમાં એના ગુણો, યશ, પ્રતાપ ઇત્યાદિની ભારે પ્રશંસા કરવામાં આવી છે. આ તામ્રપત્રમાં શરૂ થતા પ્રશસ્તિ-ભાગમાં એ શત્રુઓની અશ્વસેનાનો નાશ કરતો અને ગજસેનાને મહાત કરતા હોવાનું વર્ણવ્યું છે. આ પછી શ્લેષવાળા શબ્દોના પ્રયોગ દ્વારા એને પદ્માકર, ક્ષપાકર, સાગર, નારાયણ અને હર સાથે ઉપમા આપવામાં આવી છે ને એવા પ્રયોગ દ્વારા એનામાં એ દરેક ઉપમાન કંઈ ભિન્ન હોવાનું દર્શાવી વિરેાધાભાસ દ્વારા એનું ચડિયાતાપણું સૂચવવામાં આવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy