________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
૩૦૭
આ રાજવંશ મિત્રક નામે કુલને હતો. મૈત્રકે લડાયક અને શૂરવીર હતા. તેઓની ઉત્પત્તિ પાશુપત સંપ્રદાયના પ્રવર્તક ભગવાન લકુલીશના એક પટ્ટશિષ્ય મિત્રમાંથી થઈ લાગે છે૧૧
આ વંશનાં દાનશાસને–ખાસ કરીને એમાંની પ્રશસ્તિઓને ભાગ, ઉચ્ચ ગદ્ય શૈલીમાં રચાય છે, જેમાં લાંબા સમાસ, યમક અને અનુપ્રાસ જેવા શબ્દાલંકાર અને વિસર્ગસંધિમાં વ્યંજનના વિકલ્પની પસંદગી નેધપાત્ર છે,
મિત્રવંશનો સ્થાપક ભટાર્ક હતો. એ મૂળમાં પ્રાયઃ ગુપ્ત સમ્રાટ (કંદગુપ્ત)ને સેનાપતિ હતો. કંદગુપ્તનું મૃત્યુ થતાં (ઈ. સ. ૪૬૮ના અરસામાં) ગુપ્ત સામ્રાજ્યનું શાસન શિથિલ થયું ને દૂરના પ્રાંત સ્વતંત્ર થવા લાગ્યા, ત્યારે મૈત્રકકુલના સેનાપતિ ભટાકે શત્રુઓ સામે પરાક્રમ કરીને, મૌલ ભત મિત્ર અને શ્રેણી એ ચાર પ્રકારની સેનાની મદદથી રાજસત્તા હસ્તગત કરી. મૌલ એટલે કાયમી સૈનિકોની સેના. મૃત એટલે ભાડૂતી અર્થાત્ કામચલાઉ ધોરણે ભરતી કરેલા. આ બંને પ્રકારની સેનાઓ તો એ સેનાપતિના સીધા શાસન નીચે હશે. વળી મિત્ર-રાજ્ય કે મિત્રસામંતોની સેનાની મદદ મળી, ને એવી રીતે અમુક શ્રેણીઓની સેનાની પણ. આ સેનાઓ એના પ્રતાપથી આકર્ષાઈ એની પાસે આવી હતી. વળી એ દાન માન અને સદ્વર્તાવ દ્વારા પણ એમને અનુરાગ પ્રાપ્ત કરતો.
શ્રી ભટાકે ગમે તે કારણે વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી. નહિ તો સૌરાષ્ટની રાજધાની એ પહેલાં શતકોથી ગિરિનગર(જૂનાગઢ)માં હતી. “ભટાર્ક એટલે ભટો(સૈનિક)માં અર્ક (સૂર્ય). એ પરમ માહેશ્વર અર્થાત્ મહેશ્વર(મહાદેવ)નો પરમ ઉપાસક હતો. એણે પિતાની રાજમુદ્રામાં શિવના વાહન નંદિ વૃષભનું ચિહન રાખ્યું. ભટાર્ક વલભીમાં પિતાની રાજસત્તા સ્થાપી, છતાં મગધના ગુપ્ત સમ્રાટ સામે ખુલ્લે બળવો ન કરતાં ઔપચારિક રીતે સારે સંબંધ જાળવી રાખે. આથી એણે “મહારાજ’ જેવું કોઈ રાજબિરુદ ધારણ ન કરતાં ‘સેનાપતિનું જૂનું ઉપનામ ચાલુ રાખ્યું.
ભટાર્ક પછી એને જયેષ્ઠ પુત્ર ધરસેન ૧ લો રાજા થયો. એણે પણ પરંપરાગત સેનાપતિ પદથી સંતોષ માને. એ પરોપકારી અને ઉદાર હતો.
એ અપુત્ર હશે તેથી કે બીજા ગમે તે કારણે એના પછી એને અનુજ દ્રોણસિંહ ગાદીએ આવ્યું. ભટાર્કને ઉત્તરાધિકાર વારાફરતી એના ચારેય પુત્રોને સો છે. એ પરથી આ વંશમાં રાજવારસા માટે એવો રિવાજ રહેલો હોવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org