SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૮ ભારતીય અભિલેખવિદ્યા કોતર્યું છે. સંવત ૨૨ કાર્તિક વદિ ૧. મારે મહારાજાધિરાજ શ્રી હર્ષના સ્વહસ્ત (દસ્તક).” ઉત્તર પ્રદેશના શહાજહાંપુર પાસેના બાસખેડા ગામમાંથી મળેલું આ તામ્રપત્ર હાલ લખનૌના મ્યુઝિયમમાં છે. તાંબાના ૪૮૪૩૩ સે.મી. (૧૯૪૧૩ ઇંચ) કદના એક પતરા પર ૧૮ પંક્તિમાં કતરેલું આ ભૂમિદાનને લગતું રાજશાસન છે. એ Epigraphia Indica, Vol IV માં પ્રકાશિત થયું છે (પૃ. ૨૦૮). “ઉઝ સ્વસ્તિ” એવા મંગલવાચક શબ્દથી શરૂ થતા આ દાનશાસનમાં પહેલાં રાજશાસનનું સ્થળ જણાવ્યું છે. વર્ધમાનકોટીનું સ્થાન ઓળખાયું નથી, પરંતુ એ અહિચ્છત્રાથી બહુ દૂર નહિ હોય. આ દાનશાસન રાજાએ વિજય છાવણીમાંથી ફરમાવ્યું છે. એના સંદર્ભમાં નૌસેના, હસ્તિસેના અને અશ્વસેનાનો ઉલ્લેખ થયો છે. દાનને દાતા મહારાજાધિરાજ શ્રી હર્ષ છે. અહીં એના વંશ કે કુલનું નામ કે નિરૂપણું આવતું નથી, પણ દાતાના પૂર્વજોની વંશાવળી આપી છે. વંશાવળીનો આરંભ હર્ષના પિતામહના પિતામહ નરવનથી થાય છે. પહેલા ત્રણ રાજા “મહારાજ’ બિરુદ ધરાવતા, જ્યારે પછીના ત્રણ રાજા મહારાજાધિરાજ બિરુદ ધરાવે છે. એ પરથી આ રાજ્યના અભ્યદય હર્ષના પિતા પ્રભાકરવર્ધનના સમયથી થય લાગે છે. હર્ષના પિતામહ અને પ્રપિતામહ પરમ આદિત્યભકત હતા. હર્ષના મોટા ભાઈ રાજ્યવર્ધન પરમ સૌગત (બૌદ્ધ) હતા ને હષ પરમ માહેશ્વર હતો. દરેક રાજાના પિતાના નામ ઉપરાંત તેની માતાનું નામ પણ વંશાવળીમાં જણાવ્યું છે. તેથી નરવર્ધનથી માંડીને પ્રભાકરવર્ધન સુધીના રાજાઓની મહારાણુઓનાં નામ જાણવા મળે છે. પરંતુ રાજ્યવર્ધન ૨ જાની તથા હર્ષની રાણીનું નામ જાણવા મળતું નથી. હર્ષના પિતા પ્રભાકરવર્ધન ઘણા પ્રતાપી હતા. હર્ષચરિત’માં બાણભટ્ટ પણ એમની સુંદર પ્રશસ્તિ કરી છે. એમાં એમણે દૂણ, સિંધુ, ગુર્જર, લાટ અને માલવને વશ કર્યાનું અને પ્રતાપશીલ” એવું અપરનામ ધારણ કર્યાનું જણાવ્યું છે. પ્રભાકરવર્ધનને ત્રણ સંતાન હતાં–રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજ્યશ્રી. પ્રભાકરવર્ધનનું મૃત્યુ થતાં રાજ્યનાં સૂત્ર રાજ્યવધને સંભાળ્યાં, પરંતુ એને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy