________________
૨૮૪
ભારતીય અભિલેખવિદ્યા પૌરજનોથી ભરપૂર અનેક સેકંડે બ્રાહ્મણોથી ગવાતાં સૂકત વડે નિષ્પાપ થયેલું એ વર્ષે પણ દુકાળથી મુક્ત... વૃદ્ધિવાળું થાઓ(૩૯).
“સુદર્શન તાક(તળાવ)ના સંસ્કાર(સમારકામ)ના ગ્રન્થ(લખાણુ)ની રચના આ રીતે સમાપ્ત થઈ.”
ગર્વિષ્ઠ શગુના ગર્વનો નાશ કરનાર, વિશાળ શ્રીવાળા, પિતાના વંશને ધ્વજ, સકળ પૃથ્વીને પતિ, રાજાધિરાજ, અદ્ભુત પુણ્યકર્મવાળા...... દીપ (સુરાષ્ટ્ર)ને ગપ્તા, મોટાઓને નેતા, દંડ પામેલા શત્રુઓના દમન માટે (૪૧).૩૪
“તેને પુત્ર, આત્મગુણવાળો, ગોવિંદનાં ચરણોને જેણે જીવન અર્પિત કરેલું છે તેવો...(૪૨),.... ત્યાં વિષણુના ચરણકમળમાં પામીને, પુષ્કળ ધનને વ્યય વડે અને લાંબા કાલે જેણે પિતાના પ્રભાવથી પીરજનોને નમાવ્યા છે તેવા તેણે (૪૩), ચક્ર ધારણ કરે છે, રિપુ.... સ્વતંત્રવિધિના કારણરૂપ તે માનુષ(મનુષ્ય)નું (૪૪), ગુપ્તકાલના એક આડત્રીસમા વર્ષે સરસમતિવાળા ચક્રપાલિતે ચક્રભૂત(ચક્રધારી)નું પ ગૃહ (દેવાલય) કરાવ્યું (૪૫).
...ઊર્જત પર્વતનું જાણે સાર્થ ઉસ્થિત હોય તેમ નગરના માથે (રહી) જાણે પ્રભુત્વ કરતું હોય તેવું ભાસે છે. (૪૬) અને બીજુ માથે...જેણે પક્ષીઓના માર્ગને રેકી છે. ...શોભે છે.”૩૬
આ શૈલલેખ જૂનાગઢનો એ શિલ, જેની એક બાજુ પર અશોકના ચૌદ ધર્મલેખ' અને બીજી બાજુ પર મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ કોતરેલ છે, તેની ઉત્તર-પશ્ચિમ બાજુ પર કરેલ છે. જુદા જુદા કાલના, જુદા જુદા લિપિમરોડ ધરાવતા, આવા ત્રણ અગત્યના અભિલેખ ધરાવતો આ શેલ ખરેખર વિરલ અને અતિ મહત્ત્વનું ગણાય.
2411 au Corpus Inscriptionum Indicarum, Vol.III Hi મૂળ લેખની પ્રતિકૃતિ અને એના લિવ્યંતર તથા ભાષાંતર સાથે પ્રકાશિત થયો છે.૩૭
- મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં ગિરિનગરના સુદર્શન તળાવના સેતુમાં નદી.. -ઓના પૂરને લઈને મોટું ગાબડું પડયું હતું ને અમાત્ય સુવિશાખે વધારે દઢ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org