________________
૨૪૬
ભારતીય અભિલેખવિદ્યા
કલિંગના ગજ ઉત્તમ કોટિના ગણુતા, તેથી ત્યાંના રાજા મહા–ગજના વાહન માટે ગૌરવ લેતા હોય.૪૨
ખારવેલ ચેત (સૈદ્ય) કે ચેતિ (ચેદિ) વંશનો હતો.
વિદ્યાઓમાં લેખ (લેખનકલા), રૂપ (સિકકાશાસ્ત્ર), ગણના (ગણિત), વ્યવહાર (અદાલતી પ્રક્રિયા) અને વિધિ(ધર્મશાસ્ત્ર)નો ઉલ્લેખ નોંધપાત્ર છે.
પંદર વર્ષ પૂરાં થયે યુવરાજ માટે પુખ્ત વય ગણતી.
બબે રાજાઓની એક પેઢી ગણાતી એવી ત્રીજી પેઢીમાં ખારવેલને રાજ્યાભિષેક થયો.
અશોક મૌર્યના સમયમાં ભુવનેશ્વર પાસેની નગરીને તસલી' કહેતા; અહીં કહેલી કલિંગનગરી એ હશે.
પ્રજાનું રંજન કરવું એ રાજાનું પરમ કર્તવ્ય ગણાતું. રાગનું શબ્દ રજૂ ધાતુમાંથી થયે ગણાતો.
ઋષિક દેશ પ્રાયઃ કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચે આવેલ હતો.
ગંધર્વવેદ = સંગીતશાસ્ત્ર. દંપ કે દર્પ = એક પ્રકારનું મલ્લયુદ્ધ. સમાજ = મેળાવડો.
રાષ્ટ્રિક અને ભેજક જાતિને ઉલ્લેખ અશોકના અભિલેબમાં આવી ગ છે.
છત્ર અને ભંગાર (સુવર્ણ કળશ) એ રાજચિહ્ન ગણાતાં, તનશેલી એ કદાચ તસલી હોય.૪૩ મંગલ = વિજ્યની વિધિ. ગોરગિરિ એ અહીં કોઈ ગિરિ પર્વત)નું નહિ, પણ રાજાનું નામ છે. રાજગૃહ મગધનું પાટનગર હતું.
‘જ નરેંદ્ર સવ' ને બદલે કેટલાક યવનરાજ ડિમિત વાંચે છે, ને ડિમિત= યવન રાજા ડિમિત્ર (ડિમિત્રિએસ) એવો અર્થ ઘટાવે છે.૪૪ તેઓ મથુરા ચાલ્યા જવાની વાત એ ગ્રીક રાજાને લાગુ પાડે છે.
કલ્પવૃક્ષની સ્થાપનાની વિધિ કરવાનો અધિકાર ચક્રવર્તી રાજાઓને હતો. મગધ પરના વિજયની યાદગીરીમાં રાજાના પ્રાસાદનું નામ “મહાવિજય” પડયું લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org