________________
મહત્વના પ્રાકૃત અભિલેખ
૨૪૩ સર્વ (રાજસેવકને અને સર્વ) ગૃહપતિઓને (અને સર્વ બ્રાહ્મણોને) ખાન-પાન આપે છે; કલિંગ જાય છે, પલ્લવોના ભારવાળું કલ્પવૃક્ષ, અવો, ગ, નરેશ અને રથે સાથે જાય છે, સર્વ ગૃહવાસીઓને, સર્વ રાજસેવકોને, સર્વ ગૃહપતિઓને ને સર્વ બ્રાહ્મણોને ખાનપાન આપે છે, ને આહત (જૈન) શ્રમણો(સાધુઓ)ને આપે છે, લાખો (કાષપણો) વડે.
ને નવમે વર્ષે ૩૮ લાખ (કાર્ષોપણ) વડે કલિંગના રાજાને રહેવા માટે શૈદૂર્યને મહાવિજય-પ્રાસાદ કરાવે છે.
ને દસમે વષે ...લાખો (કષપણો) વડે.. કરાવે છે.
અને અગિયારમે વર્ષે... પલાયન કરી ગયેલાઓનાં મણિરત્ન મેળવે છે, કલિંગના અગાઉના રાજાઓએ વસાવેલા પૃથૂદક જંગલને લાંગલ (નદી)માં કઢાવે છે ને તેરસે (કે એકસે ત્રણ) વર્ષમાં થયેલા તિમિર-હદના જમાવને નાશ કરે છે.
ને બારમે વર્ષે લાખો (કાપણો) વડે..ઉત્તરાપથના રાજાઓને ત્રાસ આપે છે, ને મગધના લોકોને વિપુલ ભય જન્માવતા, હસ્તી-અોને ગંગામાં પાણી પીવરાવે છે; ને મગધના રાજા બૃહસ્પતિમિત્રને પગે નમાવે છે; ને નંદરાજ વડે લઈ જવાયેલા કલિંગના જિન(તીર્થકરોને.... અંગ–મગધમાંથી કલિંગ આણે છે, હજારે-અશ્વ-ગજ-સેના અને વાહન સાથે; ને અંગ-મગધના નિવાસીઓને પગે નમાવે છે; વીસ સે મુદ્રાઓ ખચીને દઢ સુંદર તોરણવાળાં શિખરે વસાવે છે; અદભુત આશ્ચર્યકારી હસ્તી–અશ્વ પશુઓને પરિહાર કરાવે છે, મૃગ અશ્વો અને હસ્તીઓને વશ કરે છે; પાંડ્ય રાજા પાસેથી લાખો વિવિધ અલંકારો તથા મોતી, મણિ અને ર મંગાવે છે; ને... વાસીઓને વશ કરે છે.
ને તેરમે વર્ષે વિજયચક્ર સારી રીતે પ્રવર્તતાં, કુમારી પર્વત પર, દેહવિશ્રામ માટે વસવા માંગતા અહંતે માટે રાજ, રાજ-ભ્રાતાઓ, રાજપુત્રો, રાજમહિષીઓ અને શ્રી ખારવેલે એકસો સત્તર ગુફાઓ કરાવી.
“(ચૌદમે વર્ષે) સત શ્રમણો માટે તથા સુવિહિત માટે તેમ જ સર્વ દિશાઓના તાપસ અને ઋષિઓ માટે ગુફા કરાવે છે; ઉત્તમ ખાણોમાંથી કઢાવેલી અને અનેક જનમાં રહેલી પાંત્રીસ લાખ શિલાઓ વડે શિલાસ્તંભો અને ચૈત્યો કરાવે છે, પંચેતેર લાખ (કાપણ) વડે,...દૂર્યના ગર્ભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org