________________
મહત્વના પ્રાકૃત અભિલેખ
૨૨૭
તે તે કારણે થોડીક (જ) થાય. ઊલટું પર-સંપ્રદાયોને તે તે પ્રકારે પૂજવા જોઈએ. એમ કરનાર પિતાના સંપ્રદાયની વૃદ્ધિ કરે છે ને પરસંપ્રદાય પર પણ ઉપકાર કરે છે. એથી ઊલટું કરનાર પિતાના સંપ્રદાયને હાનિ કરે છે ને પરસંપ્રદાય પર અપકાર કરે છે, કેમકે જે કઈ પોતાના સંપ્રદાયને પૂજે છે કે પરસંપ્રદાયને નિંદે છે–બધું પિતાના સંપ્રદાયની ભકિતથી જ કે પિતાના સંપ્રદાયને દીપાવું'-તે તે તેમ કરતાં પિતાના સંપ્રદાયને સારી પેઠે હાનિ કરે છે. તેથી સંયમ જ સારે છે. કેમ? અ ન્યનો ધર્મ સંભળે (જાણે) ને સાંભળવા (જાણવા) ઈચ્છે. દેવોના પ્રિયની આ ઈચ્છા છે. શી ? સર્વ સંપ્રદાયો બહુશ્રુત અને કલ્યાણ સિદ્ધાંતવાળા થાય. જેઓ તે તે (સંપ્રદાય) વિશે પ્રસન્ન હોય, તેમને કહેવું–દેવોને પ્રિય દાન કે પૂજાને તેટલું નથી માનતો, જેટલું શું?–સર્વ સંપ્રદાયની સારવૃદ્ધિ થાય આ હેતુ માટે બહુ ધમ–મહામાત્ર સ્ત્રી-અધ્યક્ષ મહામાત્ર અને વ્રજભૂમિકે અને (રાજપુરુષનો) બીજો નિકાય (સમૂહ) નીમે છે. ને એનું આ ફળ છે, કે પિતાના સંપ્રદાયની વૃદ્ધિ થાય છે ને ધર્મની દીપના (થાય છે.)
અશોક સાંપ્રદાયિક બાબતોમાં વિશાળ દષ્ટિ ધરાવતો. લલેખ નં. ૭ માં જણાવ્યું છે કે દેવનો પ્રિય રાજા ઈચ્છે છે કે સર્વ સંપ્રદાય સર્વત્ર વસે, કેમ કે તે સર્વ સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે. ૧૨ આ લેખમાં એ સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વ ઉપરાંત પરસ્પર સંપર્ક અને જાણકારી માટે અનુરોધ કરે છે.
આ લેખને મૂળ પાઠ લિયંતર સાથે હુશે સંપાદિત કરેલા “Corpus Inscriptionum Indicarum”, Vol. I માં તેમ જ પાંડેય-કૃત ‘શાવે કે માં” માં પ્રસિદ્ધ થયો છે. ૧૩
અશોકના લેખમાં વાસંs (93) શબ્દ સંપ્રદાયના અર્થમાં વપરાય છે, “પાખંડ' એટલે (સ્વ)ધર્મવિધી કે પરધમી સંપ્રદાય એવા અર્થમાં નહિ. એમાં બે વર્ગ હતાઃ (૧) પ્રવજિતો એટલે કે દીક્ષા લઈ પ્રત્રજ્યા (પરિવયા) ધર્મ પાળનાર સાધુ-સંન્યાસીઓ અને (૨) ગૃહસ્થ (સંસારમાં રહેનાર ગૃહસ્થાશ્રમીએ).
અશોક સર્વ સંપ્રદાય તરફ આદરભાવ દર્શાવે છે કે તે સર્વની ઉન્નતિ ઇચ્છે છે. આ માટે એ વાણીના સંયમની ભલામણ કરે છે, કેમકે સામાન્યતઃ દરેક સંપ્રદાયના અનુયાયીઓ પોતાના સંપ્રદાયની સ્તુતિ અને પરસંપ્રદાયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org