SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) - ભારતમાં મુસ્લિમ રાજ્યોમાં તથા મુસ્લિમ લેકમાં હિજરી, સમ પ્રચલિત રહી છે. અરબી-ફારસી અભિલેખોમાં લગભગ હંમેશાં આ સનનાં વર્ષ આપવામાં આવે છે. ક્યારેક સંસ્કૃત અભિલેખમાં પણ એનાં વર્ષ જોવામાં આવે છે, જેમ કે અજુનદેવના વેરાવળ શિલાલેખમાં.૯ એવી રીતે ભારતની બીજી ભાષાઓના. અભિલેખોમાં પણ એને પ્રાસંગિક ઉલ્લેખ આવે છે. ભાટિક સંવત રાજસ્થાનના જેસલમેર પ્રદેશમાં કેટલાક મધ્યકાલીન અભિલેખોમાં ભાટિક સંવત’ નામે સંવત પ્રયોજાયો છે.' જેસલમેરના વિષ્ણુમંદિર શિલાલેખોમાં વિ. સં. ૧૪૯૪(ઈ. સ. ૬૪૩૭ -૩૮)= ભાટિક વર્ષ ૮૧૩ (વર્તમાન) અને ત્યાંના મહાદેવ મંદિરના શિલા-- લેખમાં વિ. સં. ૧૬૭૩ (ઈ. સ. ૧૬૧૬-૧૭)=શ. સં. ૧૫૩૮=ભા. સં. ૯૯૩ (વર્તમાન) આપવામાં આવ્યું છે. આથી ભા. સં.. અને ઈ. સ. વચ્ચે ૬૨૪-- ૨૫ નો અથવા ૬૨૩-૨૪ ને તફાવત આવે છે. આ સંવત જેસલમેરના ભાટી વંશના સ્થાપક ભક્ટિ કે ભદિક (ભાટિક) દ્વારા શરૂ થ મનાય છે, પરંતુ આ સંવતને નિર્દેશ. એના વર્ષ ૫૦૦ પહેલાં ક્યાંય મળ્યું નથી. ભાટિક સંવતના અભિલેખમાં એનાં વર્ષ ૫૩૪ થી ૯૯૩ મળ્યાં છે.૭૧ આ સંવતની ઉત્પત્તિની બાબતમાં ખરી વાત એ લાગે છે કે અરબોએ ૮ મી સદીમાં સિંધ જીત્યું ત્યારે ત્યાં પ્રચલિત થયેલી હિજરી સન આગળ જતાં એની પડોશમાં આવેલા જેસલમેર પ્રદેશમાં પણ પ્રચલિંત થઈ, પરંતુ ત્યાં એનાં વર્ષને સૌર ગણવામાં આવ્યાં. આમ કરવામાં ત્યાંના લોકોએ હિ. સ. ના આરંભ-- વર્ષ વિ. સં. ૬૭૯-૮૦ (ઈ. સ. ૬૨૨-૨૩)ને પાયારૂપ ગણીને સૌર વર્ષની પદ્ધતિએ વર્ષ ૧ થી ગણતરી કરી લાગે છે, પરંતુ એમાં એક વર્ષનો કંઈ ગોટાળો થયો જણાય છે.૨ ભાટિક સંવત ખરેખર એની છઠ્ઠી સદીમાં અર્થાત ઈસ્વી ૧૨ મી સદીમાં પ્રચલિત થયે ને ઈસ્વી ૧૭મી સદી સુધી ચાલુ રહ્યો.૭૩ એ પછી એ લુપ્તા થઈ ગયો. શાહૂર કે સૂર સન - આ સંવત બીજાપુરના આદિલશાહી રાજ્યમાં પ્રચલિત હતો. એ હિજરી સનનું રૂપાંતર છે. એને “અરબી સન” કે “મૃગ સાલ” પણ કહે છે. 15, : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy