________________
૧૮૬
ભારતીય અભિલેખવિદ્યા
યુધિષ્ઠિરના રાજ્યના આરંભ શક કાલ પહેલાં ૨૫૨૬ વર્ષ થયા હોવાનુ જણાવે અને પાંડવા કલિયુગનાં ૬૫૩
છે તેમ જ રાસતરંગિણી માં કહેણ પણ કુરુ વર્ષ વીત્યે થયા હોવાનું સ્પષ્ટ કરે છે.૭
આ પરથી આ સંવતના આરંભ કલિયુગ સંવતના આરંભ પછી ૬૫૩ વષે અર્થાત્ ઈ. પૂ. ૨૪૪૯માં થયો ગણાય. એ ગણતરીએ આ સંવતના વર્ષોંમાઁથી ૨૪૪૭-૪૮ બાદ કરવાથી ઈ. સ. નુ વધુ આવે.
વળા પુરાણામાં પરીક્ષિતના જન્મ અને મહાપદ્મ નંદના રાજ્યાભિષેક વચ્ચે ૧૦૫૦ (કે ૧૦૧૫ કે ૧૧૧૫કે ૧૫૦૦) વના ગાળેા હોવાનું જણાવ્યુ છે.૭૮ પરીક્ષિતને જન્મ ભારત યુદ્ધ પછી થાડા માસમાં થયા હતા ને મહાપદ્મના રાજ્યાભિષેક ચદ્રગુપ્ત મૌયના રાજ્યારાણ (લગભગ ઈ.પૂ. ૩૨૩) પહેલાં થેાડા દસકા પર થયા હતા, આ ગણતરીએ તે। ભારત યુદ્ધ ઈ. પૂ. ૧૪૦૦, ૧૫૦૦ કે ૧૯૦૦થી વહેલુ થયું ન હેાઈ શકે. આથી વસ્તુતઃ ભારતયુદ્ધ કે યુધિષ્ઠિર રાજ્યાભિષેકના નિશ્ચિત સમય તારવવા મુશ્કેલ છે. જીનિર્વાણ સંવત
બૌદ્ધ દેરોમાં આગળ જતાં ભગવાન બુદ્ધના નિર્વાણ(પરિનિર્વાણ)થી શરૂ થયેલા મનાતા સંવત પ્રચલિત થયા. એને ‘જીનિર્વાણ સંવત' કહે છે.
પરંતુ મુદ્દતુ નિર્વાણ થયે કેટલાં વર્ષ થયાં એ બાબતમાં જુદાજુદા દેશમાં જુદીજુદી માન્યતા પ્રચલિત છે. સિલેાન(શ્રીલકા)માં તથા એને અનુસરી બ્રહ્મદેશ (બર્મા) અને સિયામ(થાઈ લૅન્ડ)માં યુનિર્વાણ ઈ. પૂ. ૫૪૪ માં થયું હોવાનું મનાય છે. ચીનની અનુશ્રુતિમાં એને સમય ઈ. પૂ. ૬૩૮ માં મુકાય છે. ૮૧ ક઼ાહ્વાન વળી એમાં ઈ. પૂ. ૧૦૯૭ માં ગણે છે.૮૨ પરંતુ ફૅન્ટોનની પરંપરા અનુસાર યુદ્ધનું નિર્વાણ ઈ. પૂ. ૪૮૬ માં થયું. ૮૩ અર્વાચીન વિદ્વાનેા એના સમય ઈ. પૂ. ૪૮૩ ને આંકે છે.૮૪
વીરનિર્વાણુ સંવત
એવી રીતે જેનામાં છેલ્લા તીથંકર મહાવીર સ્વામીના નિર્વાણથી ‘જિનકાલ’ કે ‘વીર–નિર્વાણ સ ંવત’ ગણવાનું આગળ જતાં પ્રચલિત થયું છે. ચાલુ અનુશ્રુતિ પ્રમાણે વીર નિર્વાણ વિ. સ. પૂર્વે` ૪૭૦ અને શક સંવત પૂર્વે ૬૦૫ વર્ષે અર્થાત્ ઈ. પૂ. પરછ માં થયું મનાય છે.૮૫
કેટલાક દિગંબર લેખકોએ શકરાજને વિક્રમા સમજી વીરનિર્વાણૢ વિ. સં. પૂર્વે ૬૦૫ વર્ષે અર્થાત્ ઈ. પૂ. ૬૬૨ માં થયાનુ જણાવ્યું છે.૮૬ કોઈ દિગબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org