________________
૧૮૪
ભારતીય અભિલેખવિદ્યા આવતું નથી ને સામાન્ય રીતે વર્ષ ૧થી ૧૦૦ સુધી જ લખવામાં આવે છે, જયારે એ પછી શતકના અંક અધ્યાહાર રાખવામાં આવે છે.
કાશ્મીરમાં આ સંવત લોકોમાં પ્રચલિત થયે, તેથી એને “લોકિક કાલ કે “લૌકિક સંવત’ કહે છે. શાસ્ત્રોમાં તથા જોતિષનાં પંચાગોમાં એ વપરાયો માટે એને “શાસ્ત્ર સંવત’ કહે છે. કારમીર અને પંજાબના પહાડી પ્રદેશમાં પ્રચલિત હોવાથી એ “પહાડી સંવત’ તરીકે ઓળખાય છે. એના વર્ષની સંખ્યામાં શતકના અંક છોડીને માત્ર એકમ અને દશકના અંક લખાય છે. તેથી એ “કચા સંવત પણ કહે છે.૭૦
સપ્તર્ષિ દરેક નક્ષત્રમાં સો-સો વર્ષ રહે છે એવું બૃહતસંહિતા, વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણ જેવા કેટલાક પ્રાચીન ગ્રંથમાં લખ્યું હોવા છતાં જ્યોતિષ શાસ્ત્રની દષ્ટિએ એ યથાર્થ નથી.૭૧
કલ્હણ-કૃત રાજતરંગિણી(૧૨મી સદી)માં જણાવ્યું છે કે લૌકિક સંવતના વર્ષ ૨૪(વર્તમાન)માં શક સંવતનું વર્ષ ૧૦૭૦ (ગત) ચાલે છે. ૭૨ આ વર્ષ ૨૪ એ ક૨૨૪ હોવાનું જણાય છે. આ આ અનુસાર લૌકિક સંવતના વર્તમાન વર્ષ અને શક સંવતના ગત વર્ષ વચ્ચે ૩૧૫૪ વર્ષનો તફાવત આવે છે. અર્થાત લૌકિક સંવતના વર્ષમાંથી ૩૧૫૪ બાદ કરતાં શક વર્ષ આવે. એમાં શતકની સંખ્યા અધ્યાહાર હોય તો એમાંથી ૫૪ બાદ કરતાં કે ૪૬ ઉમેરતાં શક વર્ષના છેલ્લા બે અંક આવે. વળી લૌકિક સંવત કલિયુગ સંવત ૨૫ માં શરૂ થયો મનાય છે. એ રીતે પણ એનો આરંભ ઈ. પૂ ૩૦૭૬(શક સંવત પૂર્વે ૩૧૫૪)માં ગણાય. લૌ. સં. ૪૨૨૪=શ. સં. ૧૦૭૦ અર્થાત ઈ. સ. ૧૧૪૮-૪૯ આવે. આથી લૌકિક સંવતના વર્ષના છેલ્લા બે અંકમાંથી ૭૫૭૬ બાદ કરતાં કે એમાં ૨૪-૨૫ ઉમેરતાં ઈ. સ. ના વર્ષના છેલ્લા બે આંકડા
આવે.
કાશ્મીરનાં પંચાગોમાં અને કઈ પુસ્તકોમાં સપ્તષિ સંવતને વર્ષની પૂરી સંખ્યા આપવામાં આવે છે.૩ દા. ત. શક વર્ષ ૧૧૫ અર્થાત વિ.સં. ૧૮૫૦ માં સપ્તર્ષિ સંવતનું વર્ષ ૪૮૬૯ ચાલતું હોવાનું મનાય છે. આ પરથી સપ્તષિ સંવતને આરંભ ઈ.પૂ. ૩૦૭૭ માં થયો ગણાય એમાં અભિપ્રેત ૨૭૦૦ વર્ષનું એક ચક્ર પછીથી કલ્પાયું હોય, તો એનો આરંભ ઈ.પુ. ૩૭૭ માં થયે ગણાય. પરંતુ આ સંવતની કલ્પના એટલીય પ્રાચીન હોવી સંભવતી નથી. આ લૌકિક સંવત ઈસ્વી સનની આરંભિક સદીઓ દરમ્યાન પ્રચલિત થયો હોઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org