________________
૧૮૨
ભારતીય અભિલેખવિદ્યા
*
*
*.
ઈસ્વી સનની આરભિક સદી દરમ્યાન ભારતમાં કેટલાંક સંવત્સર-ચક્ર
પ્રચલિત થયાં :
આ સ્પત્ય સવત્સરચક્ર-૬૦ વર્ષનું
એમાં આ સ્પત્ય સવસરાનાં એ ચક્ર ખાસ નાંધપાત્ર છે – એક ૬૦ સંવત્સરાનુ ને ખીજું ૧૨ સંવત્સરનું
બૃહસ્પતિ (ગુરુને ગ્રહ) એકેક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે ને ખાર વર્ષે એક પરિક્રમણ પૂરુ કરે છે. એના એકેક રાશિ–સક્રમણના સમયને બાહસ્પત્ય સંવત્સર ગણવામાં આવે છે તે એવા દરેક સંવત્સરને જુદું જુદું નામ આપવામાં આવે છે. આવા ૬૦ સંવત્સરાનું એક ચક્ર ગણાય છે ને એ પૂરું થતાં ફરી એ હું ॰ નામેાનું પુનરાવર્તન થાય છે. બાહસ્પત્ય સંવત્સર સૌરવ કરતાં લગભગ ૪ દિવસ જેટલે ટૂંકા હોવાથી ૮૫ સૌર વર્ષમાં એક સ ંવત્સરના ક્ષય
થાય છે.૬૩
ઉત્તર ભારતમાં આ સંવત્સર-ચક્રના આર ંભ વિજય સંવત્સરથી ગણાય છે. ખરી રીતે આ સવત્સરના આરભ બાર્હસ્પત્ય સંક્રાંતિ પ્રમાણે ગણાવા જોઈ એ, પણ વ્યવહારમાં સૌર વર્ષના આર ંભે જે બાર્હસ્પત્ય સંવત્સર ચાલતા હોય, તે જ સંવત્સર આખા સૌર વના ગણાય છે. આથી અમુક વર્ષે એક સંવત્સરના ક્ષય થતા હોય છે. ૬૪ વરાહમિહિરે (ઈ. સ. ૫૦૫) વિયાદિ સંવત્સરાને ઉલ્લેખ કર્યો છે, ૬૫
દક્ષિણ ભારતમાં બાર્હસ્પત્ય સંવત્સર વધુ પ્રમાણમાં પ્રચલિત છે, પરંતુ ત્યાં ગણાતા સવત્સર ખરેખર બાર્હસ્પત્ય નથી. ત્યાં તે સૌર વને બાહુ સ્પત્ય નામ આપીને આ સ્પત્ય માની લેવામાં આવે છે. આથી એમાં સંવત્સરને ક્ષય થતા નથી. ત્યાં સંવત્સરચક્રના આરંભ પ્રભવ સંવત્સરથી ગણાય છે, જે ઉત્તર ભારતના વિજયાદિ સંવત્સરેામાં ૩૫મે! સ ંવત્સર છે. ૬૬
આ સવસરાના ઉલ્લેખ ઉત્તર ભારતના અભિલેખામાં કવચિત્ આવે છે, જ્યારે દક્ષિણ ભારતના અભિલેખેમાં એ ઘણી વાર પ્રયેાજાયા છે. નાગાર્જુનીકાંડા(આંધ્ર પ્રદેશ)ના એ અભિલેખ, જે ૩થી-૪થી સદીના છે, તેમાં વિજય સંવત્સરને ઉલ્લેખ થયા છે. છ
હજી આપણાં પંચાગેામાં વિક્રમ સંવતના વર્ષોં સાથે તેમ જ શક સ’વતના વર્ષ સાથે તે તે સંવત્સરનું નામ પ્રયેાજાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org