________________
૧૭૨
ભારતીય અભિલેખવિદ્યા ચઢી વર્ષના પહેલા નવ-દસ મહિના દરમ્યાન પ૭ વર્ષનો તફાવત રહે છે ને જાન્યુઆરીની ૧ લીથી પૂર્ણિમાન્ત ચૈત્ર (અમાન્ત ફાગણ) વદિ ૧૫ સુધી અર્થાત ચિત્રી વર્ષના છેલ્લા બે ત્રણ મહિના દરમ્યાન ૫૬ વર્ષને તફાવત રહે છે. દા.ત. ચૈત્રાદિ વિક્રમ વર્ષ ૨૦૨૮ શરૂ થયું ત્યારે ઈ. સ. ૧૯૭૧ના માર્ચની ૨૭મી હતી, એ બે વર્ષો વચ્ચે ૩૧ મી ડિસેંબર, ૧૯૭૧ સુધી અર્થાત્ પૌષ સુદી ૧૫ સુધી પ૭ વર્ષને તફાવત રહ્યો, એ પછી ૧ લી જાન્યુઆરી, ૧૯૭૨(પૌષ વદિ ૧)થી પૂર્ણિમાન્ત ચૈત્ર વદિ ૩૦ (૧૫મી માર્ચ, ૧૯૭૨) સુધી તફાવત ૫૬ વર્ષને રહ્યો.
પરંતુ ગુજરાતમાં વિક્રમ સંવતનું વર્ષ ઉત્તર ભારત કરતાં છ મહિના મોડું શરૂ થાય છે. આથી શરૂઆતમાં વિક્રમ સંવતના કાન્તિકી વર્ષ અને ઈ. સ. ના વર્ષ વચ્ચે ૫૭ વર્ષને તફાવત હોય છે ને તે તફાવત ફકત બે ત્રણ મહિના સુધી - ૩૧મી ડિસેંબર (જે લગભગ પિષમાં આવે છે) સુધી એટલે રહે છે. દા.ત. વિક્રમ સંવતનું વર્ષ ૨૦૨૮ કાર્નાિકી વર્ષની પદ્ધતિએ ૨૦મી ઑકટોબર, ૧૯૭૧ ના રોજ શરૂ થયું ને પ૭ વર્ષનો તફાવત ૩૧ મી ડિસેંબર, ૧૯૭૧(પોષ સુદિ ૧૫) સુધી જ રહ્યો. ૧લી જાન્યુઆરી, ૧૯૭૨(પોષ વદિ ૧)થી એ તફાવત ૫૬ વર્ષનો થયો ને છેક આસો વદિ ૩૦ (૬ઠ્ઠી નવેંબર, ૧૯૭૨) સુધી ચાલુ રહ્યો. આ રીતે કાર્તાિક વર્ષની બાબતમાં ઈ. સ. સાથેનો તફાવત કાત્તિકી વર્ષના પહેલા બે ત્રણ મહિનામાં પ૭ વર્ષને ને પછીના નવદસ મહિનામાં પ૬ વર્ષને રહે છે. આથી વિક્રમ સંવતના વર્ષ બરાબરનું ઈ. સ. નું વર્ષ કાઢવા માટે ચૈત્રી વિક્રમ વર્ષમાંથી પહેલા નવદસ મહિના પ૭ અને છેલ્લા બેત્રણ મહિના પદ બાદ કરવાના હોય છે, જ્યારે કાર્તિકી વિક્રમ વર્ષમાંથી પહેલા બેત્રણ મહિના ૫૭ અને બાકીના મહિના ૫૬ બાદ કરવાના હોય છે.
આ તફાવત નીચેના કોષ્ઠક પરથી વધુ સ્પષ્ટ થશે : – મહિને ચિત્રી વિ.સં. ઈસ. તફાવત કાત્તિકી વિ.સં. ઈ.સ. તફાવત ૌત્ર ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ આસે ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ કાર્તિક ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ પિષ ૨૦૨૮ ૧૯૭૧-૭૨ ૫૭૫૬ ૨૦૨૮ ૧૯૭૧-૭૨ ૫૭-૫૬ ફાગણ ૨૦૨૮ ૧૯૭૨ ૫૬
૨૦૨૮ ૧૯૭૨ ૫૬
૨૦૨૮ ૧૯૭૨ ૫૬ આસો
૨૦૨૮ ૧૯૭૨ ૫૬
ૌત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org