________________
અભિલેખોના વિષય
૧૪૯ બેધિસર્વ પ્રતિમાને લેખ ઈ. સ. ૧૧૧ ને છે.૭૨ સંભવનાથની પ્રતિમા પરનો ઈ. સ. ૧૨૬ ને લેખ લખનૌ મ્યુઝિયમમાં છે.૭૩
અકોટા(વડોદરા)માંથી જૈન ધાતુપ્રતિમાઓને મોટો સંગ્રહ મળ્યો છે.૭૪ શત્રુંજય, ગિરનાર અને આબુ જેવાં જૈન તીર્થસ્થાનોનાં દેરાસરમાં સંખ્યાબંધ પ્રતિમાલેખ જોવા મળે છે. બીજાં ઘણું સ્થળોએ પણ દેરાસરોમાં લેખ ધરાવતી અનેકાનેક પ્રતિમાઓ હોય છે. પાટણ, ધોળકા વગેરે પ્રાચીન નગરોનાં કેટલાંક હિંદુ મંદિરમાં પણ કેટલીક પ્રતિમાઓ પર લેખ કોતરેલા હોય છે.
(૯) પ્રશસ્તિઓ : કેટલાક સ્મારક અભિલેખોને તથા પૂર્તનિર્માણના લેબોને પ્રશસ્તિ' કહેવામાં આવેલ છે. આ લેખોમાં પરાક્રમ કે પરમાર્થની ઘટના નિમિત્ત હોય છે ને એ નિમિત્ત એના નાયકની લાંબી રુચિર પ્રશસ્તિ રચવામાં આવી હોય છે. રુદ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખ, સમુદ્રગુપ્તને અલાહાબાદ શિલાતંભલેખ, ખારવેલને હાથીગુફા લેખ, યશોધર્માનો શિલાતંભલેખ, કુમારપાલનો વડનગર લેખ, તેજપાલને આબુ લેખ, શ્રીધરનો પ્રભાસ પાટણ લેખ, ડભોઈને વૈદ્યનાથ લેખ અને નાનાકના કોડિનાર લેખ આ પ્રકારના છે. આ બધામાં સમુદ્રગુપ્ત અને થશોધર્માના શિલાતંભલેખોને શુદ્ધ પ્રશસ્તિરૂપ ગણી શકાય, જ્યારે બીજા લેખો તો પૂર્તનિર્માણ નિમિત્તે લખાયેલ છે. એમ તે ઘણું દાનશાસનોમાં પણ દાન દેનાર રાજા તથા એના પૂર્વજોની પ્રશસ્તિનો સમાવેશ થતો હોય છે. રાજાના આશ્રયે પ્રોત્સાહન પામતા કવિઓ અભિલેખનાયકની પ્રશસ્તિ કરે ને એ પ્રશસ્તિમાં અતિશયોકિત કરે એ સ્વાભાવિક છે.
(૧૦) સિકકાલેખો : છેક અનુ-મૌર્યકાલથી ભારતમાં લખાણવાળા સિક્કા પ્રચલિત હતા. આ લખાણ સીધાં કતરેલાં નહિ પણ મુદાંકિત કરેલાં હોય છે. સિક્કાના અગ્રભાગ તથા પૃષ્ઠભાગ પર મુદ્રાંકિત કરેલા લખાણ પરથી સિક્કા પડાવનાર રાજાનાં નામ, સંપ્રદાય, પરાક્રમ, અભિરુચિ ઈત્યાદિની માહિતી ઉપલબ્ધ થાય છે. ભારતીય-યવન, શક-યલવ અને કુષાણોના સિક્કાઓ પરના લેખ દ્વિભાષી છે–એક બાજુ ગ્રીક ભાષામાં અને બીજી બાજુ પ્રાકૃત ભાષામાં. પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા પર વર્ષ પણ આપવામાં આવતું. ગુપ્ત સમ્રાટોના સિકકાઓના પ્રકારો ઘણું વૈવિધ્ય ધરાવે છે, જે એના પરનાં લખાણોમાં પણ પ્રતિબિંબિત થાય છે. ગધયા સિકકાઓ પરનાં લખાણ દુર્બોધ હોય છે. મુસ્લિમ રાજાઓના સિક્કાઓ પર રાજાનું પૂરું નામ અને સિક્કા પાડ્યાને વર્ષ ઉપરાંત ટંકશાળનું સ્થળ, કુરાને શરીફને કલમો વગેરે પણ મુદ્રાંકિત થતું બ્રિટિશ રાજ્યના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org