________________
“૧૪૨
ભારતીય અભિલેખવિદ્યા
તામ્રપત્રો પર કોતરેલાં ટૂંકાં દાનશાસનના સહુથી જુના નમૂના ઉત્તર ભારતમાં પહેલી સદીના મળ્યા છે, જ્યારે વિગતવાર તામ્રશાસનના સહુથી પ્રાચીન નમૂના દક્ષિણ ભારતમાં ચોથી સદીના અને ઉત્તર ભારતમાં પાંચમી સદીના મળ્યા છે. પહેલી સદીનાં તામ્રશાસન શક–પલવ કાલનાં છે.૩૦ ચોથી સદીનાં તામ્રપત્ર પલવ, વાકાટક અને શાલંકાયન વંશનાં છે. ગુજરાતમાં મળેલું સહુથી પ્રાચીન તામ્રપત્ર ચોથી સદીનું છે. ગુપ્ત વંશનાં દાનશાસનમાં સમુદ્રગુપ્તના નામનાં બે દાનશાસન મળ્યાં છે, પરંતુ એ બનાવટી માલૂમ પડ્યાં છે. ૩ ભૂતપૂર્વ રાજાના નામે કોઈ વાર એકબે સદી બાદ બનાવટી દાનશાસન લખી તામ્રપત્ર પર કોતરાવવામાં આવતાં, પરંતુ અનુકરણ કરવામાં કંઈ ને કંઈ ક્ષતિ રહેતાં એ બનાવટી હોવાનું પકડાઈ જાય છે. ગુપ્ત રાજ્યનાં સહુથી પ્રાચીન તામ્રપત્ર ખરી રીતે કુમારગુપ્ત ૧ લાના સમયનાં, ઈ. સ. ૪૩૩-૪૪૭ નાં, છે.૩૪
| ગુજરાતમાં વલભીના મૈત્રક વંશના રાજાઓનાં એકસોથી વધુ તામ્રશાસન મળ્યાં છે. ગુજરે, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોનાં પણ ઘણાં તામ્રશાસન પ્રાપ્ત થયાં છે. એ રાજવંશના ઈતિહાસનું એ મુખ્ય સાધન છે. સોલંકી વંશનાં પણ અનેક તામ્રપત્ર મળ્યાં છે.૩૫
તામ્રપત્ર આકારમાં લંબચોરસ હોય છે (આકૃતિ ૧૧). પરંતુ એ ભૂજ પત્રને મળતાં હોય, તો તેની લંબાઈ લગભગ ૩૦ સેં.મી. (૧૨ ઇંચ) થી ૪૦ સેં. મી.(૧૬ ઇંચ) જેટલી અને ઊંચાઈ લગભગ ૨૦ સે. મી.(૮ ઈંચ)થી ૩૦ સેં. મી.(૧૨ ઈંચ) જેટલી હોય છે, જ્યારે એ તાડપત્રને મળતાં હોય તો, એની " ઊંચાઈ લગભગ ૫ સેં. મી.(૨ ઇંચ)થી ૭.૫ સેં. મી.(૩ ઇંચ) જેટલી હોય છે. અર્થાત તાડપત્રના કદ પ્રમાણે કપાયેલાં તામ્રપત્ર વધારે લાંબાં અને સાંકડાં હોય છે.
જે દાનશાસન એક જ તામ્રપત્ર પર કોતરાયું હોય, તો એના ડાબી બાજૂના કે ટોચના હાંસિયામાં રાજમુદ્રાની છાપ લગાવાતી. દાન દેનાર રાજાની વિગતમાં માત્ર એના નામ અને બિરુદ જણાવવામાં આવે તો જ દાનશાસનનું લખાણ એક પતરા પર સમાઈ શકે તેટલું ટૂંકું હોય. પરંતુ સામાન્ય રીતે દાતાની વિગતમાં તેને વંશ તથા પૂર્વજોની તેમ જ તેના પિતાના ગુણો તથા પરાક્રમોની પ્રશસ્તિ આપવામાં આવતી. આથી ભૂજપત્રના કદનાં પતરાં હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org