________________
"૧૩૦
ભારતીય અભિલેખવિદ્યા
અથવા તામ્રપત્રોની એક કડીના સાંધા પર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી.૨૯ રાજમુદ્રામાં પ્રાયઃ રાજાના નામનો તથા રાજચિહ્નને સમાવેશ થતો.
મંગલશબ્દો અને મંગલચિહ્નો : ઘણા અભિલેખોને આરંભ સિદ્ધ, શ, સ્વસ્તિ, શ્રી ઈત્યાદિ મંગલ શબ્દોથી અથવા એ અર્થ દર્શાવતાં મંગલચિહ્નોથી થતો. દા. ત., સાતવાહનના તથા નહપાનના ગુફાલે, ઈત્ત્વાકુઓના તૂપલેખો તથા વાકાટકોનાં દાનશાસનને આરંભ પ્રાયઃ સિદ્ધથી થતો હોય છે. કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખને આરંભ પણ એ શબ્દથી થાય છે.૩૦ અહીં સિદ્ધ નો અર્થ સિદ્ધિાતુ (સિદ્ધિ હે) છે. ૩ ૧ વાકાટકનાં કેટલાંક દાનશાસનમાં મંગલશબ્દની પહેલાં શબ્દ આવે છે, ત્યાં એનો અર્થ (અધિકારીઓએ)જોયું અર્થાત તપાસ્યું કે મંજૂર કર્યું એવો છે.૩૨ વલભીના મિત્રકોનાં દાનશાસનોના આરંભમાં સ્વતિ શબ્દ અપાતો. હર્ષનાં, વાકાટકોનાં, શૈકૂટકનાં, કટચુરિઓનાં, પલ્લવોનાં અને ગંગનાં દાનશાસનનો આરંભ પણ એ રીતે થતા.૩૨માં એનો અર્થ સ્વાતુ (કલ્યાણ હો) થાય છે. ક્યારેક નાગુહ્ય – જય અને અભ્યદય(હા) એવો શબ્દપ્રયોગ પણ થતો. આ
કેટલાક અભિલેખમાં નિર્ત માવતા, ન માગવતે વાયુવેવાય, શ્રી ગણેશાય રા, નમઃ શિવાય ઇત્યાદિ મંગલવાક્યથી આરંભ થાય છે, જે તે તે ઈષ્ટદેવને નમસ્કાર વ્યકત કરે છે. એવી રીતે જૈન લેખોમાં નો અરહંતા અને નમો સવસિદ્ધાનં જેવાં વાક્ય પ્રયોજાય છે, જેમ કે ખારવેલના હાથીગુફા લેખમાં ૩૩ ને બૌદ્ધ લેખોમાં નો માવતો યુદ્ધ જેવાં મંગલવાક્ય વપરાતાં, જેમકે નાગાર્જુનકોંડાના કેટલાક લેખોમાં.૩૪
મંદિરના નિર્માણને લગતા અભિલેખમાં ઘણી વાર આરંભમાં તે તે દેવની સ્તુતિના એક કે એકથી વધુ લેક આપવામાં આવતા. દા. ત., દશપુરના સૂર્યમંદિરને લગતા મંદિર શિલાલેખ(ઈ. સ. ૪૩૬ અને ૪૭૩)માં લેખના આરંભમાં સૂર્યની સ્તુતિના ત્રણ લોક આપેલા છે.૩૫ વિષ્ણુ–મંદિરને લગતા એરણ શિલાતંભ લેખન આરંભ વિષ્ણુની સ્તુતિના કલેકથી થાય છે. ૩૬ સેમિનાથ મંદિરને લગતા અપૂર્ણ વેરાવળ લેખના આરંભમાં પહેલા બે શ્લોક શિવની અને ત્રીજો શ્લોક સરસ્વતીની સ્તુતિને છે.૩૭ આબુન્દેલવાડાના નેમિનાથ મંદિરને લગતા શિલાલેખના આરંભમાં પહેલા લોકમાં સરસ્વતીને વંદન કરીને બીજા લેકમાં નેમિનાથની આશિષ વાંછી છે.૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org