________________
૧૨૮
ભારતીય અભિલેખવિદ્યા સૂત્રધાર ” ને બદલે કેટલીકવાર “શિલાકૂટ” શબ્દ વપરાતો. એમાં પથ્થર કામની કારીગરીનો વિશિષ્ટ ભાવ સમાયેલ છે. “શિપી” અને “રૂપકાર” શબ્દ પણ શિલ્પકલાના ઘેતક છે. “સલાટ” શબ્દ “શિલાકાર ” પરથી જણાય છે.
સામાન્ય રીતે સલાટને શિલા પર પહેલાં શાહીથી લખાણ લખી આપવામાં આવતું. સલાટ સારા અક્ષરે લખી શકે તેમ હોય, તો કેટલીક વાર એ પિતે શાહીથી લખી લેતો. પછીથી એ શાહીથી લખેલા પ્રમાણે અક્ષરો કોતર. હાલ તકતીમાં કતરેલા અક્ષરોમાં સીસું ભરવામાં આવે છે, જેથી સફેદ તકતીમાં કાળા અક્ષરો તરત જ અલગ તરી આવે છે.
શિલાલેખને અંતે ક્યારેક એ લેખ કોતરનાર સલાટનું નામ આપવામાં આવે છે, જેમ કે અશોકના બ્રહ્મગિરિ ગૌણ શૈલલેખમાં લિપિકર પડનું. ૩ આબુ-દેલવાડાના વિ.સં. ૧૨૮૭ના શિલાલેખમાં સૂત્ર. ચંડેશ્વરનું, ૨૨ ગિરનારના વિ.સં. ૧૨૮૮ના શિલાલેખમાં સૂત્રધાર કુમારસિંહનું ૨૩ અને ડભોઈન વિ. સં. ૧૩૧૧ના શિલાલેખમાં સૂત્રધાર પદ્મસિંહનું.૨૪
કેતરવા માટે સામાન્યતઃ રીર્થ (ભૂતકૃદંત–કોતરેલું) શબ્દ પ્રયોજાતો.
તામ્રપત્રોમાં લેખ કોતરનાર કંસારાનું નામ કવચિત્ આપવામાં આવતું ને તે પણ પછાના કાલમાં. એમાં ધાતુકારના જુદા જુદા વર્ગના કારીગરોને ઉલ્લેખ આવે છે, જેમ કે કયાર કે ઢોહવાર (લુહાર), વાંહ્યવાર (કંસાર) કે તાર, ફ્રેમવાર કે સુવર્ણવાર (સેની), પિતાર વગેરે.૨૫ ક્યારેક શિલ્પી કે વિજ્ઞાનિક કે સૂત્રધાર જેવા અન્ય શબ્દ પણ પ્રયોજાયા છે.૨૬
લેખનપદ્ધતિ : અભિલેખન માટે એના પદાર્થ પર જે લખાણ લખી આપવામાં આવતું તે લેખનની સામાન્ય પદ્ધતિ પ્રમાણે લખાતું. અક્ષરે ઉપરથી નીચે લખાતા. શબ્દો કે પદો વચ્ચે અગાઉ જગા રાખવામાં આવતી નહિ; ગદ્ય કે પદ્ય લખાણના અક્ષર સળંગ લીટીમાં લખવામાં આવતા. લીટી સામાન્ય રીતે આડી લખવામાં આવતી, ક્યારેક જગાની સંકડાશને લઈને ઊભી લખવી પડતી.
બ્રાહ્મી અને એમાંથી ઉદ્ભવેલી સર્વ લિપિઓમાં લીટી ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે, જ્યારે ખરોષ્ઠી, અરબી, ફારસી અને ઉર્દૂ લિપિમાં લીટી જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org