SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખનની સામગ્રી ૧૧૫ છે. દ્ધાને લગતા પાળિયામાં લેખની ઉપર તલવાર (કે ભાલો) અને ઢાલ ધારણ કરેલા ઘોડેસવારની અને સતીને લગતા પાળિયામાં સતીના કંકણવાળા હાથની કે પતિનું શબ હાથમાં લઈ ઊભેલી સ્ત્રીની આકૃતિ કોતરવામાં આવતી. ગુજરાતમાં આવા પાળિયા સૌરાષ્ટ્રમાં તથા કચ્છમાં ઠેકઠેકાણે જોવા મળે છે. વળી શિલા-ભાંડ૪Y (પથ્થરનાં વાસણ), શિલા-મંજૂષા૫ (પથ્થરની પેટી), શિલા-સમુગક (પથ્થરનો દાબડે, પટ્ટ ૩) વગેરે બીજા અનેક પ્રકારના શિલામય પદાર્થો પર પણ લેખ કોતરેલા જોવામાં આવે છે. ડુંગરમાં કંડારેલી ગુફાની દીવાલ પર (કે કવચિત છત પર) પણ કેટલીક વાર લેખ કોતરવામાં આવતા અને ગુફાલેખ કહે છે. મૌર્ય સમ્રાટ અશોકે બરાબર ડુંગર(બિહાર) ની ત્રણ ગુફાઓમાં લેખ કોતરાવેલા.૪૭ ભુવનેશ્વર (ઓરિસ્સા) પાસે આવેલા ઉદયગિરિની હાથી ગુફામાં કલિંગાધિપતિ ખારવેલને લેખ (લગભગ ઈ. પૂ. ૧લી સદી) કોતરેલો છે.૪૮ નાસિક અને કાર્લા( જિ. પૂના) ના ડુંગરોમાં લહરાત ક્ષત્રપ તથા સાતવાહન રાજાઓના સમયના અનેક લેખ કોતરવામાં આવ્યા છે.૪૯ અજંતાની ગુફાઓમાં પણ કેટલાક લેખ કરેલા છે.૫૦ ચિત્યગૃહો અને વિહારના કેટલાક સ્તંભો પર સ્તંભના નિર્માતાને લગતા લેખ જોવામાં આવે છે. શિલા-પ્રતિમાની બેસણી પર કે પીઠ પર કેટલીક વાર લેખ કોતરવામાં આવે છે, જેમાં તે પ્રતિમાના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતી હકીક્ત નોંધવામાં આવે છે, જેમ કે સારનાથની બૌદ્ધ શિલા-પ્રતિમાઓ (૫ મી સદી) પર ૫૧ તથા એરણ(મ. પ્ર.)ની વરાહ–પ્રતિમા પર.પર ગુજરાતનાં અનેક મંદિરમાં, ખાસ કરીને જેન મંદિરોમાં, આવા સેંકડો પ્રતિમા–લેખ મળે છે. શિલાલેખના આ બધા પ્રકારોમાં ફલક-લેખ સહુથી વધુ પ્રમાણમાં મળે છે. પ્રાચીનકાળમાં શિલાતંભલેખો તથા તામ્રપત્રે વધુ સંખ્યામાં મળે છે, જ્યારે બીજી સહસ્ત્રાબ્દીમાં ફલકલેખો સહુથી મોટી સંખ્યા ધરાવે છે. દા. ત., ગુજરાતમાં સોલંકી કાલ (ઈ. સ. ૯૪૨–૧૩૦૪) દરમ્યાન અનેક મહત્વના શિલાલેખ કોતરાયા છે, જેમ કે માંગરોળને વિ. સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬) લેખ, વડનગરને વિ. સં. ૧૨૦૮(ઈ. સ. ૧૧૫ર )નો લેખ, પ્રભાસ પાટણને વલભી સંવત ૮૫૦(ઈ. સ. ૧૧૬૯)ને લેખ, આબુ પરના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧ )ના લેખ, ગિરનાર પરના વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨)ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy