________________
અભિલેખનની સામગ્રી
૧૧૩
વિશિષ્ટ લખાણો માટે રંગીન શાહી વપરાતી. એમાં મુખ્યત્વે લાલ શાહી પ્રચલિત હતી. કેટલીક વાર લીલી, જાંબલી કે પીળી શાહી પણ વપરાતી. ધર્મગ્રંથે જેવા મહત્વના ગ્રંથ લખવામાં ક્યારેક સોનેરી કે રૂપેરી શાહીનો ઉપયોગ થતો. ૩૩
અભિલેખન-સામગ્રી
લાંબા કાલ સુધી ટકે તેવી જરૂરવાળાં લખાણું તાડપત્ર-ભૂજપત્ર વગેરે પર લખવાને બદલે શિલા ધાતુ વગેરે ટકાઉ પદાર્થો પર કોતરવામાં આવતાં.
શિલા : ભારતમાં શિલા(પથ્થર) પર લખાણ કોતરવાનો રિવાજ અતિ પ્રાચીનકાળથી અદ્યપર્યત પ્રચલિત છે. આવા લખાણને શિલાલેખ કહે છે.
શિલાલેખના સહુથી જૂના નમૂના હડપ્પા, મોહેજો-દડો, લોથલ વગેરે સ્થળોએ સેલખડીની મુદ્રાઓ તથા મુદ્રિકા(પટ્ટ ૧)રૂપે મળ્યા છે, જેનો સમય ઈ. પૂ. ૨૪૦૦ થી ૧૬૦૦નો આંકવામાં આવે છે. મુદ્રાઓ સમરસ અને લગભગ ૧” x ૧” કદની છે, જ્યારે મુદ્રિકાઓ લંબચોરસ અને એના કરતાં નાના કદની છે.૩૪
અતિહાસિક કાલના સહુથી જૂના શિલાલેખોમાં મૌય સમ્રાટ અશોકના શિલાલેખ જાણીતા છે. એ ત્રણચાર પ્રકારના છે. ડુંગરાળ પ્રદેશમાં પડેલા કોઈ શૈલ (મોટી શિલા) પર જે લેખ કોતરવામાં આવ્યા છે તેને “પર્વતલેખ” કે
શૈલલેખ” કહે છે.૩૫ દા. ત., ગિરનાર પાસે જે શિલા પર અશકના ચૌદ ધર્મલેખ (પટ્ટ ૨) કતરેલા છે, તે શિલાની ટોચ ૧૨ ફૂટ ઊંચી છે ને એને ઘેરાવો નીચલા ભાગમાં ૭૫ ફૂટ જેટલો છે.
અશોકના એક શિલાલેખમાં ૩૬ “શિલા-ફલક”નો ઉલ્લેખ આવે છે. અશોકના ઉપલબ્ધ શિલાલેખોમાં “શિલા-ફલક” કહી શકાય એવો એક જ નમૂને મળે છે, જે અગાઉ બૈરાટ(રાજસ્થાન)માં હતો ને પછી કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં રખાયો છે.
શિલા-ફલક એટલે પથ્થરની તકતી. નાના કે મધ્યમ કદના લેખ સામાન્ય રીતે શિલાની સરખી ઘડેલી સુંવાળી બાજુ પર કોતરવામાં આવે છે.
ભા. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org