________________
અભિલેખનની સામગ્રી
૧૯:
ભૂજપત્ર પર લખેલી સહુથી જૂની હસ્તપ્રત ખાતામાંથી મળેલા ધનની છે, જે ૨૭–૩જી સદીની લિપિમાં લખાયેલી છે. ખંડેરેમાં દટાયેલી રહી હોવાથી આવી જૂજ પ્રાચીન હસ્તપ્રતો અપવાદરૂપે ટકી રહી છે; બાકી આબેહવાની અસરને લઈને પ્રાચીન હસ્તપ્રતો સામાન્ય રીતે સમૂળી નષ્ટ થઈ ગઈ છે. અન્ય ઉપલબ્ધ ભૂજપત્ર પ્રતિ ૧૪ મી સદી. પછીની છે. આ પ્રો. ખાસ કરીને કાશ્મીરમાંથી અને કેટલીક ઓરિસ્સા વગેરે અન્ય પ્રદેશમાંથી, મળે છે.
ઉત્તરપૂર્વ ભારતમાં ભૂજવૃક્ષને બદલે અગરવૃક્ષની છાલમાંથી લેખન-પત્ર બનાવવામાં આવતાં. અગુરુ-પત્રને આસામી ભાષામાં “સાંચિપાત” કહેતા. અગુરુ-પત્ર પર લખેલી રામાયણના સુંદરકાંડની પ્રત (લગભગ ૧૫ મી સદી) મળી છે.૩
કાગળની સસ્તી સામગ્રી સુલભ થતાં લેખન સામગ્રી તરીકે ભૂજપત્ર તથા અગુર–પત્રનો ઉપયોગ લુપ્ત થઈ ગયો. હાલ તાવીજોની અંદર મૂકવાના મંત્ર લખવા માટે જ એને ઉગ રહ્યો છે.
દક્ષિણ ભારતમાં, ખાસ કરીને સમુદ્રતટના પ્રદેશમાં, તાડવૃક્ષ પુષ્કળ પ્રમાણમાં થાય છે. એ વૃક્ષના પત્ર(પણ)માંથી પણ લખવા માટેનાં “પત્ર બનાવતા. એને તાડપત્ર કહે છે. લેખનસામગ્રીના એકમ તરીકે “પત્ર” તથા પર્ણ' શબ્દ મૂળમાં વૃક્ષના પત્ર (પણ) પરથી પ્રચલિત થયો છે. લેખનસામગ્રી તરીકે તાડપત્રને ઉપગ ઘણું પ્રાચીનકાળથી ઉત્તર ભારતમાં પણ વ્યાપક હતો.૪
રોજિંદા કે મામુલી લખાણ માટે તાડવૃક્ષના સીધાસાદા પણુમાંથી જરૂરી કદનાં પત્ર કાપવામાં આવતાં, પરંતુ પુસ્તક લખવા માટે એના પર્ણને પહેલાં સૂકવીને, પાણીમાં પલાળી રાખી કે ઉકાળી ફરી સૂકવવામાં આવતાં ને પછી. એના પર શંખ, છીપોલી કે સુંવાળો પથ્થર ઘસવામાં આવતો ને એમાંથી જરૂરી કદનાં પત્ર કાપવામાં આવતાં. આ પત્ર સામાન્ય રીતે એકથી ત્રણ ફૂટ લાંબાં પણ એકથી ચાર ઇંચ જેટલાં જ પહોળાં હોય છે. ઉત્તર ભારતમાં કેટલાંક ભૂજપત્ર તથા તામ્રપત્ર આવું કદ ધરાવતાં, તે તાડપત્રની અસર દર્શાવે છે."
દક્ષિણ ભારતમાં તાડપત્ર પર ગોળ તીક્ષ્ણ અણીવાળી શલાકાથી અક્ષર કેતરવાને રિવાજ ખાસ પ્રચલિત હતો. પછી એના પર કાજળ ફેરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org