________________
૧૦૩
અભિલેખની ભાષામાં
ગુજરાતમાં ૧૩મી સદી સુધી અભિલેખા સંસ્કૃતમાં જ લખાતા. ૧૪મી સદીથી કોઈ કોઈ લેખમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાનું મિશ્રણ જોવા મળે છે. દા.ત, થાનના કાળા ડુંગર પરના મંદિરના વિ. સં. ૧૪૩૨(ઈ. સ. ૧૩૭૬)ના ગુજરાતી લેખમાં, નગિચાણાના વિ. સં. ૧૪૩૪(ઈ. સ. ૧૩૭૭)ના લેખમાં અને ફુલકાના વિ. સં. ૧૪૮૮(ઈ. સ. ૧૩૯૧)ને પાળિયામાં સંસ્કૃત-ગુજરાતીનું મિશ્રણ થયેલું છે. આવા અભિલેખોમાં પ્રાયઃ સમયનિદેશ તથા શાસકનિર્દેશને ભાગ સંસ્કૃતમાં અને ઘટનાના નિરૂપણ ભાગ ગુજરાતીમાં હોય છે, જેમ કે મેસવાણાના વિ. સં. ૧૪૭૦ (ઈ. સ. ૧૪૧૪)ના પાળિયામાં,પુર ખાંભડના વિ.સં. ૧૫૩૧(ઈ. સ. ૧૪૭૪)ના લેખમાં,પ૩ ગોસાના વિ. સં. ૧૫૩૬(ઈ. સ. ૧૪૮૦)ના લેખમાં,પ૪ રામપુરાના વિ. સં. ૧૫૩૮(ઈ. સ. ૧૪૮૨)ના લેખમાં પપ અને ખેડુના વિ.સં. ૧૫૪૪(ઈ. સ. ૧૪૮૮)ના લેખમાં.
અડાલજની વાવ, જે મહમૂદ બેગડાના રાજ્યકાળ દરમ્યાન વિ.સં. ૧૫૫૫ (ઈ. સ. ૧૪૯૯)માં વાઘેલા રાણા વીરસિંહની પત્ની રૂડાદેવીએ બંધાવી હતી, તેને લગતા શિલાલેખમાં એની હકીકત પહેલાં સંસ્કૃત લોકોમાં નિરૂપીને અંતે ગદ્યમાં પણ આપવામાં આવી છે, તેમાં પણ સમયનિદેશ તથા શાસકનિદેશ સંસ્કૃતમાં અને વાપી-નિમણની મુખ્ય હકીકત ગુજરાતીમાં લખેલી છે." માણસાની વાવના વિ. સં. ૧૫૮૨(ઈ. સ. ૧૫૨૫)ના શિલાલેખમાં પણ લગભગ આવું જ જોવામાં આવે છે.
હવે લાંબી પ્રશસ્તિઓની સુંદર રચનાઓ પ્રાયઃ સંસ્કૃત ભાષામાં થતી, ૫૮ જ્યારે સીધી સાદી હકીકતને લગતા ટૂંકા શિલાલેખ પ્રાયઃ ગુજરાતીમાં લખાવા લાગ્યા, જેમ કે ધ્રાંગધ્રાને વિ. સં. ૧૬૫૭( ઈ. સ. ૧૬૦૧)ને લેખ, જામનગરને વિ.સં. ૧૬૬૬(ઈ. સ. ૧૬૧૦) લેખ, વાંકાનેર વિ. સં. ૧૬૭૯ (ઈ. સ. ૧૬૨૩) લેખ, હળવદન વિ. સં. ૧૬૮૩(ઈ. સ. ૧૬૨૬)ને લેખ, થાનનો વિ. સં. ૧૭૫૨(ઈ. સ. ૧૬૯૬)ને લેખ, ભાદરેડને વિ.સં. ૧૭૯૨( ઈ. સ. ૧૭૩૬)ને લેખ, પાટડીને વિ. સં. ૧૮૦૧(ઈ. સ. ૧૭૪૫)ને લેખ, પ્રાંગધ્રાને વિ.સં. ૧૮૧૫(ઈ. સ. ૧૭૫૯)ને લેખ વગેરે.
કાશ્મીરના અભિલેખ થોડી સંખ્યામાં મળ્યા છે તે પ્રકાશિત થયા છે, ચંબા રાજ્યના શરૂઆતના લેખ સંસ્કૃતમાં લખાયા છે, જ્યારે પછીના લેખ મોટે ભાગે ચંબાની પ્રાદેશિક ભાષામાં અને સંસ્કૃતમાં લખાયા છે. આ પ્રાદેશિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org