________________
અભિલેખની ભાષાઓ હોપીય સભ્યતાના અભિલેખની લિપિ હજી ઉકલી નહિ હોઈ, એ અભિલેખ કઈ ભાષામાં લખાયેલા છે તે નક્કી થઈ શકયું નથી."
મૌર્યકાલથી મળેલા અતિહાસિક કાલના અભિલેખો કેટલીક સદીઓ સુધી પ્રાકૃત ભાષામાં લખાયેલા છે.
મૌર્ય સમ્રાટ અશોકના લગભગ બધા અભિલેખ પ્રાકૃત ભાષામાં છે. ખરોષ્ઠી લિપિમાં લખાયેલા અભિલેખ પણ પ્રાકૃત ભાષામાં જ છે. અપવાદરૂપે કોઈ લેખ અરમાઈક ભાષામાં તથા ગ્રીક ભાષામાં મળ્યા છે, પરંતુ એ તે તે પ્રદેશમાં વસતી વિદેશી પ્રજાની સગવડ પૂરતા તે તે ભાષામાં લખાયેલા છે. મૌર્ય રાજા દશરથના ગુફાલેખ પણ પ્રાકૃતમાં છે.*
અનુમૌર્યકાલના અભિલેખ પણ મોટે ભાગે પ્રાકૃતમાં છે, ખાસ કરીને ભારતીય રાજાઓનાં રાજ્યના. દા.ત. શુંગાના રાજ્યકાલનો ભરડુત શિલાતંભ લેખ, ભાગભદ્રના રાજ્યનો બેસનગર ગરુડસ્તંભ લેખ, ૬ મૌખરિ રાજાઓના ઈ. સ. ૨૩૮ના બડવા યૂપલેખ વગેરે.
એવી રીતે દખણના સાતવાહન રાજ્યના ગુફાલેખ, કલિંગના રાજા ખારવેલને હાથીગુફા લેખ, દક્ષિણ ભારતના ભટ્ટિઑલું તથા નાગાજુનાકોંડા બૌદ્ધ અભિલેખ પણ પ્રાકૃત ભાષામાં છે. પલવ તથા કદંબ વંશના શરૂઆતના લેખ પણ પ્રાકૃતમાં છે.આ
પરંતુ ઉત્તર-પશ્ચિમ ભારતમાં યવન, શક-પહલવ અને કુષાણુ વંશના વિદેશી વંશનાં રાજ્ય સ્થપાયાં, તે રાજાઓના સિક્કા દ્વિભાષી છે. એના અગ્રભાગ પરનું લખાણ ગ્રીક ભાષામાં છે, કેમ કે એ રાજવંશની રાજભાષા ગ્રીક હતી, જ્યારે એ સિક્કાઓના પૃષ્ઠભાગ પરનું લખાણ પ્રાકૃત ભાષામાં છે, જે અહીંની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org