________________
ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખન-શૈલીઓ
૯૫
પશુપંખીના આકાર કાઢવામાં આવે છે. એમાં “નાદે અલી”નું સૂત્ર સહુથી વધુ પ્રચલિત છે, જે મૂળ ચોથા ખલીફા હઝરત અલીની પ્રશંસામાં રચાયેલી કાવ્યની કડી છે.૧૪
ભારતમાં મુસ્લિમ અભિલેખ શરૂઆતમાં કૂફી કે નખ શૈલીમાં કોતરેલા છે. દિલ્હીની કૂવ્રતુલ-ઇસ્લામ મસ્જિદ (૧૨૯૧) વગેરેમાં ધાર્મિક લખાણોમાં કૂફી શૈલીના ગુલઝાર (અલંકૃત) મરડ જોવા મળે છે.
પરંતુ ૧૩મી સદીથી નખ શૈલી જ વિશેષ પ્રચલિત રહી. દેશ અને કાલ પ્રમાણે આ શૈલીમાં કેટલીક વિશિષ્ટ લઢણો કેળવાઈ. એમાં બંગાળા તથા ગુજરાતની શૈલીઓ નોંધપાત્ર છે. ૧૪મા સૈકાના બિહારના સ્થાનિક કલાકારોએ સુલેખનની જે અનોખી શૈલી ખીલવી, તે બિહારી શૈલી તરીકે મશદૂર થઈ આમ તો એ નખ શૈલીને જ પ્રકાર છે, પણ તેમાં અક્ષરોની જાડાઈ વધુ હોય છે. વળી એના આડા બંધ ડાબી તરફ સહેજ જાડા થતા જઈ છેડે ચપટા કે કુંઠિત બને છે. આથી એના અક્ષરના વળાંક તેમ જ બંધના આડા ત્રાંસા ખેંચાવ અતિશય કલાત્મક તથા સુરમ્ય લાગે છે. ૧૫
એવી રીતે દક્ષિણમાં પણ બહમની રાજ્યના ઘણા અભિલેખ સુલેખનની ઉચ્ચ શૈલીમાં કોતરાયા છે, જેમકે બીદર(માયર)માં બાદશાહ મહમૂદશાહે પિતાના હાથે લખેલે ઈ. સ. ૧૫૦૩નો લેખ.
મુઘલ કાલ દરમ્યાન અહીં ઈસની સુલેખનકલાની પ્રબળ અસર પ્રવત. શરૂઆતમાં નખની યુ© શૈલી કલાત્મક લખાણે માટે ઠીકઠીક પ્રચલિત નીવડેલી. પરંતુ સમય જતાં નસ્તાલીક શૌલી વ્યાપક રીતે પ્રચલિત થતાં યુ© શૈલીનો ઉપગ ધાર્મિક લખાણોમાં મર્યાદિત થયો ને સામાન્ય વ્યવહારમાં નાસ્તાલીક શૈલીની બોલબાલા પ્રવર્તે. શાહજહાંના સમયમાં આ શૈલીને ઘણું પ્રોત્સાહન મળ્યું.
સમય જતાં આ શૈલીનાં વિવિધ આલંકારિક સ્વરૂપ પ્રચલિત થયાં. એ સ્વરૂપમાં સહુથી વધુ અટપટું અને જટિલ સ્વરૂપ “તુગ્રા” છે. મૂળનાં “તુગ્રા” એટલે ફરમાનમાં રાજાના નામના અક્ષરોને ગૂંથેલે એકાક્ષરી બંધ (monogram ) એવો અર્થ થતો. આગળ જતાં એ નામ આ પ્રકારની સર્વ કોઈ રચના માટે પ્રચલિત બન્યું. ૧૭
તુઝા શૈલી બંગાળા, ગુજરાત વગેરે પ્રદેશમાં ખાસ લોકપ્રિય નીવડી. એમાં બાજ, વાધ (પટ્ટ ૬ આ), હાથી, ઘડે, પરી વગેરેના આકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org