________________
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર .. માળવામાં વિશિષ્ટ શૈલી ઘડાઈ. પશ્ચિમ દખ્ખણના લેખોમાં શિરોરેખા દેખા દેતી નથી, પરંતુ ક્ષત્રપ-સાતવાહન કાળ દરમ્યાન જૂની શૈલીની સાથે સાથે અમુક સુધારાવધારાવાળી નવી શૈલી પ્રચલિત થઈ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂર્વ માળવાની અસરવાળી વિશિષ્ટ શૈલી વિકસી. એમાં શિરોરેખા શરૂ થઈ. કેટલાક અક્ષરનું સ્વરૂપ બદલાયું ને અક્ષરને મરોડ વળાંકદાર અને કલાત્મક બને. આ શૈલીની અસર ઉત્તર સાતવાહન કાલમાં પશ્ચિમ દખણમાં પ્રસરી. પૂર્વ દખણમાં અમરાવતી, નાગાજુનીકોડા વગેરે સ્થળોએ પહેલાં નાનાઘાટ શૈલી પ્રચલિત હતી ત્યાં ઉત્તર સાતવાહન કાળ દરમ્યાન નવી શેભામક શૈલી પ્રચલિત થઈ દક્ષિણ-પશ્ચિમ દખણમાં બે ભિન્ન શૈલીઓ પ્રજાઈ, જેમાંની એકમાં ઉત્તર સાતવાહન શૈલીની અસર છે, જ્યારે બીજી શૈલીમાં પ્રાદેશિક લાક્ષણિકતા રહેલી છે.૧૧
ગુપ્તકાલના આરંભમાં પૂર્વ ભારતમાં મથુરા શૈલીની ઠીક ઠીક અસર વરતાય છે, જ્યારે કેસામ (અલાહાબાદ પાસે), ઉદયગિરિ (ગ્રાલિયર પાસે ) વગેરે પ્રદેશમાં કૌશાંબી શૈલીની અસર રહેલી છે. હવે શિરોરેખા સ્પષ્ટ બની છે. અક્ષરોની આડી રેખાઓ વળાંકદાર મરડ ધારણ કરે છે, જયારે ઊભી રેખાઓના નીચલા છેડા સીધા રહે છે. પૂર્વ માળવામાં શિરોરેખા તેમ જ સ્વરમાત્રાઓ કલાત્મક મરોડ ધારણ કરે છે. મથુરાના અભિલેખોમાં તેમજ સિક્કાઓ પરના લખાણમાં કુષાણ શૈલીની અસર વરતાય છે. આમ, ગુપ્ત સામ્રાજ્યમાં ગુપ્તશૈલી જેવી કોઈ વ્યાપક એકસરખી શૈલી પ્રચલિત થઈ નહોતી, પરંતુ એના જુદા જુદા ભાગમાં તે તે પ્રદેશની પૂર્વકાલીન લઢણનો જ વિકાસ થયેલો માલૂમ પડે છે. ૧૩ આઘ–પ્રાદેશિક લિપિઓ (લગભગ ઈ. સ. ૪૦૦ થી ૮૦૦)
અગાઉની પ્રાદેશિક શૈલીઓ સમય જતાં તે તે સાંસ્કૃતિક પ્રદેશમાં સીમિત રહી ઉત્તરોત્તર વિકસતી રહી ને આ કાલ દરમ્યાન આગામી પ્રાદેશિક લિપિઓનાં આદ્ય-સ્વરૂપ ઘડાયાં. આ લિપિસ્વરૂપોને અગાઉ “ઉત્તરી” અને “દક્ષિણી” એવા બે મુખ્ય વિભાગોમાં વગીકૃત કરવામાં આવતાં.૧૪ પરંતુ આ વર્ગીકરણ યથાર્થ નથી, કેમકે એમાં જણાવેલાં “ઉત્તરી લિપિઓનાં લક્ષણ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં દેખા દે છે તેમ જ “દક્ષિણી લિપિઓ 'નાં લક્ષણ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં જોવામાં આવે છે. વસ્તુતઃ આ કાલનાં બ્રાહ્મીનાં રૂપાંતરોનું વર્ગીકરણ કરવું હોય, તો તેને (અ) ઉત્તર ભારત, (આ) ગુજરાત-રાજસ્થાન-મધ્ય ભારત, (ઈ) દખણ અને (ઈ) દક્ષિણ ભારત એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org