SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વજન સેવન પ્રકારી, સત્તર પ્રકારી, એકવીસ પ્રકારી કે એકસે આઠ પ્રકારી એમ અનેક ભેદથી શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. પણ તે સર્વનું ધ્યેય તે એક ચિત્તની શુદ્ધિ કરવી તે જ છે. સૌથી વધારે પ્રચલિત પૂજા અષ્ટપ્રકારી પૂજા છે અને તેમાં પૂજાની જે સામગ્રી વપરાય છે તેની પાછળ રહેલે સિદ્ધાંત નીચે પ્રમાણે છે જેને હદયમાં જાગ્રત રાખીને જ વિવેકી ભક્ત પૂજાવિધિ કરે છે: (૧) ભગવાનને શુદ્ધ જળ ચઢાવવાથી આત્મ-મલિનતા ધેવાય. (૨) ભગવાનને ચંદન ચઢાવવાથી સંસારતાપ શાંત થઈ શીતળતા પ્રગટે. (૩) ભગવાનને અક્ષત (ચોખા) ચઢાવવાથી અક્ષય (મોક્ષ) પદની પ્રાપ્તિ થાય. (૪) ભગવાન સમીપ ફૂલ ચઢાવવાથી કામવિકારને નાશ થાય. (૫) ભગવાનને નૈવેદ્ય ચઢાવવાથી સુધારૂપી રેગને નાશ થાય. (૬) ભગવાનને દી કરવાથી મોહરૂપી અંધકારને નાશ થાય. (૭) ભગવાનને ધૂપ કરવાથી આઠ કર્મોને નાશ થાય. (૮) ભગવાન સમીપ ફળ ચઢાવવાથી ઉત્તમ એવા નેક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય. ભાવપૂજા આ પૂજાની અધ્યાત્મસાધનામાં સર્વત્ર મુખ્યતા છે અને ઉપરોક્ત દ્રવ્યપૂજાનું ફળ પણ પૂજા વખતે જેવા ભાવ રાખવામાં આવે તેના ઉપર જ મુખ્યપણે છે. આગળ વધેલા સાધકે કે જેમની બુદ્ધિ વિવિધ સાધના દ્વારા અતિ નિર્મળ થઈ ગઈ છે અથવા સાધુજને જેઓ શુદ્ધ બુદ્ધિના ધારક છે તેમને માટે તે મુખ્યપણે આ પૂજા જ કહેવામાં આવી છે. કહ્યું છે: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy