________________
दत्तावासस्तदैव स्वं कीर्त्तनं दिद्दक्षुः मत्सरोत्सेक परैर्द्विजन्मभि: ‘सजलाधारलिङ्गाकारोऽयं गिरिरित्यत्र पादस्पर्शं नार्हतीति कृतकवचनैर्निषिद्धस्तत्र पूजां प्रस्थाप्य स्वयं शत्रुञ्जयमहातीर्थसन्निधौ स्कन्धावारं न्यधात् । तत्र पूर्वोक्तैर्द्विजातिपिशुनै: कृपाणिकापाणिभिरकृपैस्तीर्थमार्गे निरुद्धे सति श्रीसिद्धाधिपो रजनीमुखे कृतकार्पटिकवेषः स्कन्धे निहितविहङ्गिकोभयपक्षन्यस्तगङ्गो दकपात्रतन्मध्ये भूत्वाऽपरिज्ञातस्वरूप एव गिरिमधिरुह्य गङ्गोदकेन श्रीयुगादिदेवं स्नपयन् पर्वतसमीपवर्त्तिग्रामद्वादशकशासनं श्रीदेवाय विश्राणयामास । तीर्थदर्शनाच्चोन्मुद्रितलोचन इवामृताभिषिक्त इव तस्थौ । 'अत्र पर्वते सल्लकीवनसरित्पूरसङ्घले इहैव विन्ध्यवनं रचयिष्यामीत्यवन्ध्यप्रतिज्ञो हस्तियूथनिष्पत्तये विहस्तमनसं मनोरथेनापि तीर्थविध्वंसपातकिनं धिग्मामिति श्रीदेवपादानां पुरतो राजलोकविदितं स्वं निन्दन् सानन्दो गिरेरवततार ।। १०८ ।।
અર્થ :પછી સોમેશ્વરની યાત્રામાંથી ફરી પાછા ફરતાં શ્રી સિદ્ધરાજે ગિરનારની તળેટીમાં રહેવાનું રાખીને ત્યારે જ તે (સજ્જને કરાવેલું નેમીનાથનું) મંદિર જોવાની ઈચ્છા કરી, પણ દેખાઈ અને ગર્વથી ભરેલા બ્રાહ્મણોએ ‘“આ(ગિરનાર)પર્વત જલાધારી સાથે શિવલિંગના આકારનો છે, માટે એને પગ અડાડવો યોગ્ય નથી.’’ વગેરે બનાવટી વચનો કહીને સિદ્ધરાજને રોક્યા. એટલે તેણે ગિરનાર ઉપર પુજા મોકલીને જાતે શત્રુંજય મહાતીર્થ પાસે લશ્કરનો પડાવ નાખ્યો. ત્યાં પહેલા કહેલા, પોતાની જાત દેખાડી આપનારા, નિર્દયો (બ્રાહ્મણો) એ હાથમાં તલવાર લઈને આડા ફરી રાજાને રોક્યો. એટલે સિદ્ધરાજે રાત પડતાં કાર્પેટિક(તાપસ)નો વેષ પહેરી બે પાસ ગંગાજળ ભરેલાં વાસણોવાળી કાવડ ખભા ઉપર મુકી તેઓની વચ્ચે થઈને, ઓળખાયા વગર જ પર્વત ઉપર ચડી, ગંગાજળથી શ્રી યુગાદિદેવને હવરાવી, પર્વતની નજીક આવેલાં બાર ગામો શ્રીંદવની પૂજા માટે આપ્યાં. તીર્થના દર્શનથી આંખો જાણે ઉઘડી ન ગઈ હોય, અમૃતથી જાણે ન્હાયા ન હોય એવો તેણે અનુભવ કર્યો. ‘“આ પર્વતમાં વિંધ્યાજળ જેવી સહ્યકી( એક જાતનું ખડ) વાળી નદીઓ છે માટે આને જ હું વિંધ્યાચળ કરીશ’’ એવો વિચાર જેની પ્રતિજ્ઞા નિષ્ફળ નથી જતી એવા રાજાને આવ્યો પણ હાથીઓનાં ટોળાં પૂરાં પાડવાનો વિચાર આવતાં, મન ભાંગી પડયું, અને તીર્થનો નાશ કરે એવો વિચાર કરવા માટે પોતાને પાપી ગણીને શ્રી દેવના ચરણ પાસે રાજલોકના દેખતાં સિદ્ધરાજે ‘મને ધિક્કાર છે !' એ રીતે પોતાની નિન્દા કરી અને
ગિરનાર, ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૯૦
www.jainelibrary.org