SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ‘‘ઘેડ્સવ સાહારનું 7, નો વુ મોહિયમો । धम्मं सो न विआणइ अहवा बद्धाउओ नरए || ६ ||" ‘‘મૂઢ મતિવાળો જે પુરૂષ ચૈત્યના દ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે, તે ધર્મને જાણતો જ નથી. અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે એમ જાણવું.’’ જ બીજે દિવસે ઘણા લોકોએ આગ્રહ કર્યા છતાં પણ મંત્રીશ્વરે ભોજન કર્યું નહીં. તેથી તે દિવસે મહાધર વિગેરે ઘણા લોકો ભોજન વિના જ રહ્યા. જેમ ઉન્નત મેઘની રાહ જોવાય તેમ ભોજન કર્યા વિના જ તે લોકો સુવર્ણના માર્ગની રાહ જોતા રહ્યા. છેવટે બે ઘડી દિવસ બાકી રહ્યો, તેવામાં તે સુવર્ણની ઉટડીઓ આવી. તે જોઈ તત્કાળ હર્ષરૂપી મેરૂપર્વતે ક્ષોભ પમાડેલો અગાધ સંઘરૂપી સમુદ્ર મોટા ધ્વનિને કરવા લાગ્યો. પછી મંત્રીએ તે જ વખતે તોળીને દેવનું સુવર્ણ આપી દીધું અને ધર્મક્રિયામાં તત્પર(નિપુણ) એવા તે મંત્રીએ તે વખતે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું. કહ્યું છે કે - ‘‘દિવસના આરંભમાં અને છેડે રાત્રિભોજનના દોષને જાણનાર જે માણસ બબ્બે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે, તે માણસ પુણ્યનું ભાજન છે-પુણ્યશાળી થાય છે.’’ પછી પ્રાત:કાળે જેણે આગલે દિવસે ઉપવાસ કર્યો હતો. તે સર્વના ભોજન અને ભક્તિપૂર્વક પોતે છટ્ઠનું પારણું કર્યું, તથા તે દિવસે મોટું સંઘવાત્સલ્ય કર્યું. બધી સુવર્ણની ઘડીઓ આપીને તથા તે ઉપરાંત અગ્યાર લાખ રૂપીયાનો વ્યય કરીને તે મંત્રી પોતાને ઘરે ગયો. ་་་་་་་ Jain Education International လာင္ ગિરનાર ગ્રંથોની ગોદમાં COC For Personal & Private Use Only NFR ८८ www.jainelibrary.org
SR No.005399
Book TitleGirnar Granthoni Godma
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy