________________
નેમિનાથની ડાબી બાજુએ સંઘપતિ(પૂર્ણ) ઉભો રહ્યો અને મંત્રી(પેથડ) જમણી બાજુ ઉભો રહ્યો. આ પ્રમાણે તે બન્નેની સ્થિતિ જ પ્રથમ તો જય અને પરાજયને પ્રગટ કરતી હતી. કેમકે શ્રી નેમિનાથનો જમણો હાથ જે તરફ હોય તેનો જ જય થાય છે. ત્યારપછી તીર્થને ગ્રહણ કરવામાં વ્યાકુળ હૃદયવાળા તે બન્ને અનુક્રમે સોનામહોરો, તે પછી સુવર્ણના શેરના પ્રમાણો અને ત્યાર પછી સોનાની ઘડીઓ બોલવા લાગ્યા. તેમાં પેથડ મંત્રીએ ઈંદ્રમાળને માટે સુવર્ણની પાંચ ઘડી કહી, ત્યારે તેણે(દિગંબરી પૂર્વે) છ ઘડી કહી ત્યાર પછી તે બન્ને સાત ઘડી, આઠ ઘડી ઈધ્યાદિક અનુક્રમે કહેવા લાગ્યા. છેવટે તે વખતે તત્કાળ પૂર્વે સોળ ઘડી સુવર્ણ આપવાનું કહ્યું, અને આઠ દિવસની મુદત માગી તે સુવર્ણ એકઠું કરવા ગયો. તે વખતે મંત્રીએ પણ દશ દિવસની મુદત કહીને સુવર્ણ લાવવા માટે એક ઘડીમાં એક યોજન ચાલે એવી શીધ્ર ગતિવાળી ઉંટડીને તેણે માંડવગઢ મોકલી.
પૂર્ણ નામના દિગંબર સંઘપતિઓ સંઘના સર્વ લોકો પાસે જેટલું હોય તેટલું સુવર્ણ માગ્યું. ત્યારે લોકોએ કડાં, સોનામહોર વિગેરે પોતપોતાનું સર્વ ધન આપ્યું. તે અને પોતાનું સર્વ એકત્ર કર્યું ત્યારે કુલ અઠ્ઠાવીશ ઘડી સુવર્ણ થયું. પછી જ્યારે ફરીથી ઈંદ્રમાળને માટે વાદ થયો ત્યારે તે પૂર્ણ અઠ્ઠાવીશ ઘડી સુવર્ણ બોલ્યો, તે સાંભળી પેથડ મંત્રીએ છપ્પન ઘડી સુવર્ણ કહ્યું. જે માણસ હજાર યોજન, લાખ શ્લોક અને કરોડ રૂપીયાવડે પાછળ રહી ગયો હોય તે માણસ જેમ આગળના માણસ સાથે કોઈ પ્રકારે મળી શકતો નથી. તેમ આ પૂર્ણ સંઘપતિ પેથડ મંત્રીથી ઘણો પાછળ રહી ગયો તેથી તે તેને મળવા શક્તિમાન થયો નહીં. તે પૂર્વે એકાંતમાં પોતાના સકળ સંઘને પૂછયું કે- “તમે કોઈ આનાથી અધિક થઈ શકશો?” ત્યારે તેઓ બોલ્યા કે અમારી શક્તિ નથી. જો તમારી શક્તિ હોય તો જ તમે કરજો. અમારા સર્વ બળદો, ગાડાંઓ અને મનુષ્યોને વેચીએ તો પણ તેટલું સુવર્ણ થઈ શકે તેમ નથી. તો તેથી અધિકની તો શી વાત કરવી ? લુંટાયાની જેમ સર્વસ્વ ગુમાવીને તીર્થ વાળવામાં શું ફળ છે ? આ ગિરિરાજને સાથે લઈને આપણે કાંઈ ઘેર જવાના નથી.” આ પ્રમાણે પોતાના સંઘનું વચન સાંભળીને શ્યામ મુખવાળા તે સંઘપતિએ મંત્રીને કહ્યું કે - “તમે જ ઈંદ્રમાળ પહેરો.' આ વખતે જમણી બાજુએ રહેલો સર્વ લોક દિવસે કમળના સમૂહની જેમ ઉલ્લાસ પામ્યો અને તે જ કમળનો સમૂહ રાત્રે જેમ સંકોચ પામે છે તેમ ડાબી બાજુએ સર્વ લોક સંકોચને (ગ્લાનિને) પામ્યો. પછી છપ્પન દિઠુમારીઓની સુવર્ણમય ઘડીની
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org