________________
થી ભારતી ભવ પાલન
ભગવાનના દીક્ષા-કેવલજ્ઞાન- નિર્વાણ કલ્યાણકોના મહામહોત્સવથી પાવન બનેલી છે. વળી પ્રભાસાર નામના પુરાણમાં શિવના મહિમાને બોલતા લોકો સંભાળાય પણ છે કે, “પવાસને રહેલી, શ્યામમૂર્તિ, દિગંબર એવા નેમિનાથનું શિવ’ એ પ્રમાણે નામ કર્યું છે. મહાઘોર કલિકાલમાં સર્વ પાપનાશક, જેમના દર્શન-પર્શનથી જ કોડો યજ્ઞના ફળને આપનારા છે.
શ્રી બપ્પભદિસૂરિકૃતા
ચતુર્વિશતિકા मग्नैः कुटुम्बजम्बाले, यैर्मिथ्याकार्यजर्जरैः ।
नोज्जयन्ते नतो नेमिस्ते चेन्जीवन्ति के मृता: ? અર્થ - મિથ્યા કાર્યમાં જર્જરિત બનેલા અને કુટુંબરૂપી કાદવમાં મગ્ન થયેલા એવા જે જનો નેમિનાથને ઉજ્જયન્ત (રૈવત) ગિરિ ઉપર નમ્યા નહિ, તેમને જો જીવતા ગણવામાં આવે, તો પછી મરેલા કોણ કહેવાય ?
આ પ્રમાણેનો રૈવતગિરિનો સૂરિએ અપૂર્વ મહિમા કહ્યો. તે સાંભળીને રાજા ભૂમિ ઉપર પગ ઠોકીને કમર કસીને ઊભો થઈ ગયો અને તેણે એવી પ્રતિજ્ઞા લીધી કે રેવત ગિરિ ઉપર નેમિનાથના દર્શન કર્યા વિના હું ભોજન કરનાર નથી.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org