________________
માલધારી હેમચન્દ્રસૂરિ વિરચિત
ભવભાવના
तह पारद्धम्मि जणेण भयवओऽरिट्टनेमिसामिस्स।
पुणरविय समोसरणं संजायं रेवयगिरिम्मि ॥ ३८२५॥ લોકો વડે વ્રત-નિયમનો પ્રારંભ કરાયે છતે....ફરીથી પણ રૈવતગિરિ ઉપર ભગવાન અરિષ્ટનેમિનું સમવસરણ રચાયું.
संतेउरा उ सव्वेऽवि जायवा तस्स वंदणनिमित्तं । तत्थ गया सट्ठाणे उवविट्ठा तो जिणं नमिउं ।। ३८२६ ।।
સર્વે પણ યાદવો અંતઃપુર સહિત પ્રભુના વંદન નિમિત્તે ત્યાં ગયા અને જિનને નમીને સ્વસ્થાને બેઠા. सोऊण तहिं धम्मं अलम्मुगो संबनिसहपज्जुन्नो।
सारणपमुहा कुमरा वयं पवज्जति संविग्गा ||३८२७ ।।
ત્યાં ધર્મ સાંભળીને અલગ્મક, શંબ, નિષધ, પ્રદ્યુમ્ન અને સારણ પ્રમુખ સંવિગ્ન કુમારોએ દીક્ષા લીધી. मोयाविऊण कहमवि कण्हाओ बाहभरियनयणाओ।
पव्वयइ रुप्पिणीवि हु निविना भवनिवासस्स ॥ ३८२८॥ આંસુથી ભરાયેલી છે આખો જેની એવા કૃષ્ણ પાસેથી કોઈ પણ રીતે રજા લઈને, સંસારવાસથી કંટાળેલી રુકિમણી પણ દીક્ષા લે છે.
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org