________________
સ્વામી નથી. ઉજજયંતસમાન પર્વત નથી. ને ગજેન્દ્રપદ સરખો કુંડનથી. આરૈવતગિરિ શ્રી સિદ્ધગિરિનું શિખર છે. અહીં પુણ્ય કરનારાને સિદ્ધગિરિની જેમ પુણ્ય થાય છે. કહ્યું છે કે અહીં પ્રાણી ભાવથી જિનેરોની પ્રતિમાની પૂજા કરનાર મોક્ષસુખને પામે છે. મનુષ્યના સુખનું તો શું કહેવું? વિવેકી એવો જે મનુષ્ય દશ પ્રકારના પચ્ચશ્માણ (અહીં) કરે છે. તેનાથી તેને અનુક્રમે દશ પ્રકારે સ્વેગનાં સુખ થાય છે. અહીં જે પોતાનું ન્યાયથી ઉપાર્જન કરેલું ધન પાત્રને અધીન કરે છે. (પાત્રમાં વાપરે છે) તેઓને ભવોભવમાં સર્વ સંપત્તિઓ થાય છે, આ પર્વત પર એક પણ દિવસ રહેલો ભવિક જીવમાં અગ્રેસર(એવો તે) હંમેશાં સુર-અસુર અને મનુષ્યોની સ્ત્રીઓ વડે સેવાય છે. જે(જીવ) સાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાણી આદિ વડે પ્રતિલાલે છે. તે મનુષ્ય મુક્તિરૂપી સ્ત્રીના હૃદયને આનંદ આપનારો થાય છે. જે પ્રાણી અહીં ભાવપૂર્વક રૂપે, સોનું ને સારાં વસ્ત્રો વગેરે (દાનમાં) આપે છે તે મનુષ્ય તેના કરતાં અનંતગુણું લીલાપૂર્વક મેળવે છે.
ત્રણ જગતમાં સર્વ તીર્થમાં ઉત્કૃષ્ટ આ મહાતીર્થ છે. જેમાં નિવાસ કરવાથી તિર્યંચો પણ આઠ ભવમાં મોક્ષે જાય છે. અહીંનાં વૃક્ષોને પણ ધન્ય છે, ને મોર વગેરે પક્ષીઓ પણ પુણ્યશાલી છે કે જેઓ રૈવતગિરિ પર રહે છે. મનુષ્યોનું તો શું કહેવું? દેવતાઓ ઋષિઓ, સિદ્ધો(વિદ્યાધરો), ગાન્ધર્વો અને કિન્નરો વગેરે તે તીર્થની સેવા કરવા માટે નિરંતર ઉત્સાહ સહિત આવે છે. એવી કોઈ દિવ્ય ઔષધિઓ નથી, એવી કોઈ સુર્વણ આદિ સિદ્ધિઓ નથી, એવી કોઈ રસકૂપિકાઓ નથી કે જે આ પર્વત પર હિંમેશાં ન હોય. અહીં મોક્ષલક્ષ્મીના મુખસરખો ગજેન્દ્રપદ નામે કુંડ છે. જેમાં જીવોની (જીવડાંની) ઉત્પત્તિ નથી, અને જેની પાપ દૂર કરવામાં શક્તિ છે. અહીં બીજા પણ કુંડોનો જુદો જુદો પ્રભાવ છે. છ-માસ સ્નાન કરવાથી પ્રાણીઓના કોઢ વગેરે રોગો નષ્ટ થાય છે. નેમિનાથ પ્રભુના નિર્વાણથી બે હજાર વર્ષ ગયા ત્યારે અંબિકાદેવીના સાન્નિધ્યથી રત્નનામનો શ્રાવક સુવર્ણ બલાનકમાંથી શ્રી નેમિનાથ પ્રભુનું બિંબ પ્રાસ કરીને પૂજશે. અને ભક્તિવડે મનુષ્યો તેની પૂજા કરશે.
શ્રી શત્રુંજય માહાત્મમાં કહ્યું છે કે અમારા નિર્વાણના સમયથી અત્યંત દુઃખદાયી (૨૦૦૦) બે હજાર વર્ષ ગયાં પછી અંબિકાદેવીના આદેશથી રત્ન નામનો શ્રાવક તે પ્રતિમાને લાવીને ફરીથી આ રૈવતગિરિ ઉપર અત્યંત પ્રસાદવાલી તે પ્રતિમાને સારી
Sી ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org