________________
મોક્ષલક્ષ્મીના મુખરૂપ ગજેન્દ્રપદ નામે કુંડ છે, જે તેની સ્પર્શના કરનાર જીવોના પાપનો નાશ કરવાને સમર્થ છે. આ ગિરિરાજ ઉપર રહેલા બીજા પણ કુંડોના જુદો જુદો પ્રભાવ છે, જેમાં છ માસ માત્ર સ્નાન કરવાથી પ્રાણીઓના કુષ્ટાદિ રોગો નાશ પામે છે.'
આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુનાં મુખકમળથી ગિરિનાર ગિરિનો મહિમા સાંભળીને પુણ્યવાન એવા સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામ્યા. પછી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું: “હું પ્રભુ! આ પ્રતિમા મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે. તે ત્યાં કેટલો કાલ રહેશે અને પછી બીજે ક્યાં ક્યાં પૂજાશે ?' પ્રભુ બોલ્યા: ‘જ્યાં સુધી તમારું નગર રહેશે, ત્યાં સુધી તમારા પ્રાસાદમાં પૂજાશે અને પછી કાંચનગિરિ પર દેવતાઓથી પૂજાશે. અમારા નિર્વાણસમય પછી અતિદુઃખદાયક બે હજાર વર્ષ ઉલ્લંઘન થશે, ત્યારપછી અંબિકાની આજ્ઞાથી રત્ન નામે એક ઉત્તમ અને સારી ભાવનાવાળો વણિક ત્યાંથી લાવી, આ રેવતગિરિ પર પ્રાસાદ કરાવી, તેમાં સ્થાપિત કરીને તે પ્રતિમાની પૂજા કરશે. પછી એક લાખ, ત્રણ હજાર, બસો ને પચાસ વર્ષ સુધી ત્યાં રહીને પછી ત્યાંથી તે અંતર્ધાન થઈ જશે. એકાંત દુષમાં કાળમાં તેને સમુદ્રમાં રાખીને અંબિકાદેવી તેની પૂજા કરશે અને હે હરિ, પછી તેને બીજા દેવતાઓ પૂજશે.' | ૨૫ થી ૫૦.
ఆరుగురు
ગિરનાર ગ્રંથોની ગોદમાં
- ૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org