________________
પાપને દૂર કરનાર છે અને લક્ષ્મીના ઉલ્લાસ વડે તેજસ્વી છે. ત્યાં ભક્તિ વડે ઉચિતદાન કે અનુકંપાદાન વગેરે આપ્યાં હોય તો તે આલોક અને પરલોકમાં હિતકારક એવા સર્વે સુખો આપે છે, અને તેના પ્રકાશિત પુણ્યનાં કિરણોથી ક્ષણવારમાં માખણની જેમ ભવભ્રમણથી ઉત્પન્ન થયેલો પાપપિંડ પણ ગળી જાય છે. જેઓએ વારંવાર સુકૃત ક્ય હોય તેવા કૃતાર્થ પ્રાણીઓ જે સર્વ દેવતામય આ ગિરિરાજને દષ્ટિવડે દેખે છે. સર્વદા સર્વદાયક એવો એ ગિરિ જાણે સર્વ પર્વતોનો રાજા હોય તેમ જણાવવાને ચમરી ગાયો ચામરથી સર્વકાલ તેને વીંજ્યા કરે છે. જે ગિરિમાં પ્રાણીઓને આપત્તિનો લેશઆપલ્લવો ફક્ત વૃક્ષોમાં જ હતો, અંધકાર ગુફાઓમાં જ હતો, (પાણી) જડતા સરોવરમાં જ હતી, ખરાબ વર્ણ દુર્વર્ણ ધાતુઓમાં જ હતો, દ્વિજિવપણું (પક્ષે પિશુનપણું) સર્પમાં જ હતું, કુમુદાકર(પોયણાનો સમૂહ, પક્ષે કુ-નઠારો હર્ષ.) જડ(પક્ષે જલ)માં જ હતો, કઠિનતા પાષાણોમાં જ હતી, ઉગ્રપણું તપસ્યામાં હતું, ચપળતા લતાઓમાં જ હતી, પક્ષ(પક્ષપાત-પાંખો) પક્ષીઓમાં જ હતો, પ્રદોષ(સાયંકાલ, પક્ષે ઉત્કૃષ્ટ દોષ), રાત્રિના મુખમાં જ હતો અને ભય-પાપમાં જ હતો. જે ગિરિમાં આહાર છોડી, શુભ આચાર પાળી, કામદેવને જીતનારા અને મનને હરનારા મુનિઓ અને દેવતાઓ નિત્ય શ્રી નેમિનાથ પ્રભુને નમે છે; જ્યાં કોઈ જગ્યાએ અપરિમિત ધ્યાનવડે માનને ગ્લાનિ કરતા અને જ્ઞાનના ઉદયથી શોભતા એવા મુનિઓ નિત્ય મહાન અહિત પ્રભુનાં તેજનું ધ્યાન કરે છે; પવનનો પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા યોગીઓ જ્યાં અહંતપદની ઉપાસના કરતા કોઈ ઠેકાણે દષ્ટિએ પડે છે: અપ્સરાઓના ગણ, ગંધર્વો, સિદ્ધપુરુષો, વિદ્યાધરો અને નાગકુમારો નિર્મલ હદયથી
જ્યાં સદા શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરે છે; જે પવિત્ર પર્વત ઉપર માર્જર અને મૂષક, સિંહ અને હાથી, સર્પ અને મયૂર ; પરસ્પરના જાતિવૈરને શાંત કરીને રહેલા છે; જ્યાં મણિઓની કાંતિવડે જ સૂર્ય ચન્દ્ર વિના પણ પ્રકાશના સંચારવાળા સર્વ પ્રદેશો છે.
જ્યાં સર્વ ગ્રહો નજીક ઉદયના મિષથી શ્રી નેમિનાથ પ્રભુની આરાધના કરવા માટે હંમેશાં ભ્રમણ કરે છે. જ્યાં વસતાદિ છએ ઋતુઓ શ્રી નેમિનાથ પ્રભુને નમવાને માટે એક એકની સ્પર્ધા કરતી હોય, તેમ આકુલતાથી પોતાનો ક્રમ છોડી સંદેવ પ્રવર્તે છે, ચન્દ્રકિરણોના સ્પર્શથી ઝરતા ચન્દ્રકાંત મણિના જલવડે મનોહર દ્રહોને ઉલ્લાસતી નદીઓ જ્યાં શોભે છે; સૂર્યનાં કિરણો વડે પ્રકાશિત સૂર્યકાંત મણિમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે જ્યાં પ્રાણીઓ ગાઢ કર્મરૂપ ઇંધણાઓને જાણે બાળી નાખે છે. પહેલા
ગિરનાર ગ્રંથોની ગોદમાં )
Jain Education International
For Personal & Private Use Only.
www.jainelibrary.org