________________
મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર જણાય છે. અને ગઢ જેવા આજુ-બાજુ અન્ય પર્વતો આવેલા છે. ઝરણાંઓ જેમાં વહી રહ્યાં છે, એવા ચારે દિશામાં રહેલા પર્વતો ચાર દ્વારરૂપ ધરનારા છે ; નિત્ય શત્રુભાવે વર્તનારા પ્રાણીઓ પણ અહીં મિત્રની જેમ રહેલા છે. અને તેઓ પરસ્પરનાં વૈરને ત્યજીને હંમેશા એક-બીજાના અંગને ચાટે છે. ખરેખર આ ગિરિરાજને જોતાં જ મારું ચિત્ત આનંદ પામે છે, તેથી હું ધારું છું કે, આ ગિરિરાજ શ્રી રૈવતાચલતીર્થ વિશેષપણે પાપરૂપ અંધકારથી મુક્ત તેમ જ પવિત્રતમ છે.'
આ પ્રમાણે રૈવતાચલ-ગિરનારના પ્રભાવનું ભાવપૂર્વક વર્ણન કરી, ભરતેશ્વર ચક્રવર્તી વિરામ પામ્યા. એટલે તે અવસરે પ્રતિધ્વનિથી ગુહાઓને જગાવતો શકિતસિંહ શિર નમાવી ભરતચક્રવર્તીની સમક્ષ આ પ્રમાણે બોલ્યો : ‘હે સ્વામી ! આ રૈવતગિરિને શ્રી જિનેશ્વર ભગવંતે શત્રુંજયનું પંચમજ્ઞાનને આપનારું પાંચમું શિખર કહેલું છે, ઉત્સર્પિણીકાલમાં અનુક્રમે આ ગિરિની ઊંચાઈનું માન પહેલા આરામાં સો ધનુષ્યનું, બીજા આરામાં બે યોજનનું, ત્રીજામાં દશ યોજનનું, ચોથામાં સોળ યોજનનું, પાંચમામાં વીશ યોજનનું અને છઠ્ઠા આરામાં છત્રીશ યોજનનું કહેલું છે. તેવી જ રીતે અવસર્પિણીકાલમાં તે પ્રમાણે તે હીન હીન થતો જાય છે. (આ અવસર્પિણીકાલ વર્તે છે. તેમાં પહેલા આરામાં ૩૬ યોજન, બીજામાં ૨૦ યોજન, ત્રીજામાં ૧૬ યોજન, ચોથામાં ૧૦ યોજન; પાંચમામાં ૨ યોજન અને છઠ્ઠામાં ૧૦૦ ધનુષ્યનું માન સમજવું.) તેથી આ શાશ્વતગિરિ સર્વ પાપને હરનારો છે. તે તે આરામાં અનુક્રમે કૈલાસ, ઉજ્જયંત, રૈવત, સ્વર્ણગિરિ, ગિરનાર અને નંદભદ્ર એ તેનાં નામો ગણાય છે. દિવ્ય ઔષધિઓથી યુક્ત તેમ પુણ્યથી અને ફળથી મહાન આ તીર્થરાજને જોઈને કોને પ્રીતિ ન ઉત્પન્ન થાય ? આ ગિરિ પર અનંત તીર્થંકરો આવેલા છે ને આવશે, તેમ જ એનક મુનિઓ સિદ્ધિ પામ્યા છે અને પામશે. તેથી આ તીર્થ મોટું છે. અને આ તીર્થમાં ફંડો, ચિંતામણિરત્નો અને કલ્પવૃક્ષો તેમ જ ચિત્રાવેલી રહેલી છે. તેથી આ રૈવતાચલ બંને ભવના સુખનો સ્વાદ આપનાર છે. આ ગિરિ પર આવેલી નદીઓના નીરથી સિંચન થયેલા ઉદ્યાનના વૃક્ષો જાણે એ તીર્થની શિક્ષાને ધારણ કરતા હોય તેમ સર્વ ઋતુઓમાં ફળે છે. ગિરિરાજની ચારે બાજુ શ્રીદગિરિ, સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ અને દેવગિરિ એ ચાર પર્વતો રહેલા છે, મહાસિદ્ધિનાં સુખને આપનાર આ રૈવતાચલને વીંટાઈને તે ગિરિઓ ઉત્તમ સ્વામીની જેમ તેની સેવા કરે છે. આ પર્વતોમાંથી જિનેશ્વરદેવનાં સ્નાત્ર માટેનાં જલને ધારણ કરનારા મોટા દોવાળી, અને પ્રભાવશાલી પવિત્ર નદીઓ વહે છે. ગિરનાર: ગ્રંથોની ગોદમાં
આ
Jain Education International
For Personal & Private Use Only
પર www.jainelibrary.org