________________
નાગઝર એવા નામે પ્રખ્યાત થયો. વળી તે સ્થાને નેમિનાથ ભગવાન ઉપર ભકિતવાળા ચમરે પણ પોતાના વાહન મયૂરની પાસે એક મોટો કુંડ કરાવ્યો. મયૂરના પગલવડે પૃથ્વીનું આક્રમણ કરતાં તેમાંથી ઝરણાઓ નીકળવાથી તે કુંડ માયૂરનિઝર એ નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયો. તે સિવાય ત્યાં બીજા સૂર્ય ચન્દ્રના કરેલા કુંડો છે, કે જેનો પ્રભાવ વચનથી કહી શકાય તેમ નથી. જેના જલના સ્પર્શમાત્રથી પાપની પેઠે કુષ્ટરોગ પણ ચાલ્યા જાય છે. વળી એક મહાપ્રભાવવાળો મોટો અંબાકુંડ ત્યાં છે કે જેના જલના સેવનથી દુસ્તર એવો હત્યાદોષ નાશ પામે છે. બીજા કેટલાક કુંડો દેવતાઓએ પોતે પોતાના નામથી ત્યાં નિર્માણ કરેલા છે, જેના પ્રભાવ અને સિદ્ધિ તે તે દેવતાઓ જ જાણે છે. તે અવસરે ત્યાં હું પહેલો, હું પહેલો એવી સ્પર્ધા કરતા દેવતાઓએ ભકિતથી લાવેલા દિવ્ય પુષ્પોથી સૌધર્મ ઈન્દ્ર નેમિનાથ પ્રભુની પૂજા કરી.
આ બાજુ ભરતરાજાએ ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રોને પહેરી, નેમિનાથ પ્રભુની પૂજા કરી અને પૂર્વોક્ત વિધિવડે મંગલદીપ સહિત પ્રભુની દક્ષિણ નીરાજના-આરતી તેઓએ ત્યાં ઉતારી. પછી પ્રભુ સામે દષ્ટિ કરી હૃદયમાં નહિ સમાતી હર્ષસંપત્તિને ઉદ્ગારરૂપે બહાર કાઢતા હોય તેમ ભરતેશ્વરે આ પ્રમાણે શ્રી નેમિનાથ પ્રભુની સ્તવના કરવાનો પ્રારંભ કર્યો. તે ૭૬૩ થી ૮૨૨ //
તે સમયે વિચિત્ર વર્ણવાળા રત્નોથી ચિત્રકારી હોય તેમ ભૂમિ અને આકાશને રંગબેરંગી કરતી રૈવતાચલ ગિરિવરની શોભા તેઓના જોવામાં આવી. એક જીભે આ ગિરિનું યત્કિંચિત્વર્ણન થઈ શકે તેમ નથી, એવું ધારી ભક્તિમાં પોતાના સમાન શક્તિસિંહની આગળ ગિરિવર પ્રત્યેની ભક્તિથી તેનું આ પ્રમાણે તેઓ વર્ણન કરવા લાગ્યા : . શકિતસિંહ સમક્ષ ભરત ચક્રવર્તીએ રૈવતાચલનું કરેલું વર્ણન
આ ગિરિ આગળ મેરગિરિ મારા મનને આલ્હાદ આપતો નથી, વિંધ્યાચળ વંધ્ય જેવો લાગે છે, અને હિમાલય વ્યર્થ છે ; કારણ કે, કોઈ પર્વત આ રૈવતાચલની સમાનતાને પામતો નથી, આ ગિરિરાજ લક્ષ્મીનો ક્રીડા પર્વત છે, મહાસિદ્ધિ (મોક્ષ)નું સ્થાન છે, અને આ ગિરિમાં રત્નો, રસકૂપિકાઓ અને કલ્પવૃક્ષો રહેલાં છે. આ મનોહર અદ્રિ(પર્વત) બરાબર સમવસરણની શોભાને ધારણ કરે છે, કારણકે, તેની
'ગિરનાર ગ્રંથોની ગોદમાં
-------
--------
---------------
-------
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org