________________
वर्ष सहस्रद्वितयं, प्रावर्तत यत्र किल शिवासूनोः ।
लेप्यमयी प्रतिमाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १७ ।।
જ્યાં ખરેખર શિવા ( રાણી) ના પુત્ર (નેમિનાથ) ની લેપ્યમયી પ્રતિમા બે હજાર વર્ષ સુધી (ટકી) રહી, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ।। ૧૭ |
लेपगमेऽम्बादेशात्, प्रभुचैत्यं यत्र पश्चिमाभिमुखम् ।
रतनोऽस्थापयतासौ, गिरिनारगिरीश्वरो जयति ।। १८ ।।
જ્યારે લેપ(મય પ્રતિમા) નો નાશ થયો, ત્યારે અંબા (દેવી) ની આજ્ઞાથી રતન (શ્રાવકે) પશ્ચિમ (દિશા) તરફ મુખવાળા પ્રભુના (નવા) ચૈત્યની સ્થાપના કરાવી તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ।। ૧૮ ॥
काञ्चनबलाकान्त: समवसृतेस्तन्तुनेह बिम्बमिदम् । રતનેનાનીતમસૌ, શિરિનારગિરીશ્વરો નયતિ।। ૧૧ ।।
(જેના) કાંચન બલાનકની અંદરના સમવસરણમાંથી સુતરના તાંતણા વડે (ખેંચીને) આ (અત્યારે વિદ્યમાન) બિંબ અહીં રતન લાવ્યો, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. II ૧૯ ||
बौद्धनिषिद्धः संघो, नेमिनतौ यत्र मन्त्रगगनगतिम् । जयचन्द्रमादिशदसौ गिरिनारगिरीश्वरो जयति ॥ २० ॥
જ્યાં (નેમિનાથ) ને પ્રણામ કરવામાં બૌધ્ધો વડે નિષેધ કરાયેલા સંઘે મંત્રથી ગગનમાં ગમન કરનારા જયચન્દ્રને (ત્યાં આવવા) આજ્ઞા કરી. તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. II ૨૦ ॥
तारां विजित्य बौद्धान् निहत्य देवानवन्दयत् संघम् । जयचंद्रो यत्रायं गिरिनारगिरीश्वरो जयति ॥ २१ ॥
તારા (દેવી) ને જીતીને અને બૌદ્ધોને પરાસ્ત કરીને જ્યાં જયચન્દ્રે સંઘને (ભગવાનનું) દેવોનું વંદન કરાવ્યું, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. II ૨૧ ॥
नृपपुरतः क्षपणेभ्यः कुमार्युदितगाथयाऽम्बयाऽर्प्यत यः ।
श्रीसंघाय सदाऽयं, गिरिनारगिरीश्वरो जयति ॥ २२ ॥
ગિરનાર: ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૯
www.jainelibrary.org