________________
જ્યાં ચિત્તિત (અર્થ) ની સિદ્ધિ કરનારો સિદ્ધિવિનાયક દેવ પ્રદ્યુમ્નની આગળ પ્રતિહાર (રૂપે રહેલો) છે, તે ગિરિનાર ગિરીશ્વર જય પામે છે. તે ૧૧ |
तत्प्रतिरुपं चैत्यं, पूर्वाभिमुखं तु निवृतिस्थाने।
यत्र हरिश्चक्रेऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १२ ।। જ્યાં તેના જેવું જ અને પૂર્વ તરફ મુખવાળું એવું ચૈત્ય(અન્ય) ઈન્દ્ર (પ્રભુના) નિર્વાણ સ્થાનમાં રચ્યું, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૧૨ //
तीर्थेऽतिस्मरणाद् यत्र यादवा: सप्त कालमेघाद्याः ।
क्षेत्रपतामापुरसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १३ ।। જે તીર્થમાં (પ્રભુના) અત્યંત સ્મરણથી કાલમેઘ પ્રમુખ સાત યાદવો (મરણ પામીને) ક્ષેત્રના સ્વામી પણાને પ્રાપ્ત થયા, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ૧૩
विभुमर्चति मेघरवो, बलानकं गिरिविदारणश्चक्रे ।
यत्र चतुरमसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १४ ॥ જ્યાં પર્વતને ફાડનારા (મેઘરવે) ચાર દરવાજાવાળું બલાનક રચ્યું અને જ્યાં (રહીને) મેઘરવ (નેમિ) પ્રભુની પુજા કરે છે, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ૧૪ .
यत्र सहस्राम्रवनान्तरस्ति रम्या सुवर्णचैत्यानाम् । चतुरधिकविंशतिरयं, गिरिनारगिरीश्वरो जयति ॥ १५ ॥ જ્યાં સહસામ્રવનમાં સોનાના ચૈત્યોની મનોહર ચોવીસી છે, તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. તે ૧૫ /
द्वासप्ततिर्जिनानां, लक्षारामेऽस्ति यत्र तु गुहायाम् । सचतुविंशतिकाऽसौ, गिरिनारगिरीश्वरो जयति ।। १६ ।। જ્યાં ગુફામાં લારામની અંદર (વર્તમાન અવસર્પિણી કાળમાં થઈ ગયેલી) ચોવીસી સહિત (પસાર થઈ રહેલી તેમજ હવે પછીની ઉત્સર્પિણીની ચોવીસીઓ મળીને) તેર જિનોની પ્રતિમાઓ છે. તે ગિરનાર ગિરીશ્વર જય પામે છે. ૧૬..
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
!
www.jainelibrary.org