________________
सम्पन्निवेशस्त्रिभुवनमहित: श्रीसुराष्ट्राभिधानः । यस्योचैः पश्चिमाम्भोनिधिरपहरते लोलकल्लोलपाणि:,
प्रस्फुर्जत्स्फारफेनोल्बणलवणसमुत्तारणैर्दृष्टि-दोषान् ॥६०९।। तथा-श्रीशत्रुञ्जयरैवताभिधगिरिद्वन्द्वेऽत्र यात्रोत्सवं,
दानब्रह्मतप:कृ-पाकृतरतिर्युक्तया विधत्ते हि यः । तीर्थत्वातिशयेन नारकगतिं तिर्यग्गतिं च ध्रुवं,
नो कस्मिन्नपि जन्मनि स्पृशति स प्रध्वस्तदुष्कर्मत:।।६१०॥ एवं श्रीविमलाद्रिरैवतगिरिप्रायेषु तीर्थेषु ये,
त्रैलोक्यप्रथितेषु सव्रतरता: सदृष्टिमन्तोङ्गिनः। न्यायोपात्तधनव्ययेन विधिवत्कुर्वन्ति यात्रोत्सवं, __ हर्षोत्कर्षसखीं श्रयन्ति पदवीं जैनेश्वरी ते क्रमात् ॥६११।। અર્થ:- એવામાં ધર્મવાસનાયુક્ત ઇંદ્ર મહારાજે આનંદપૂર્વક ભરતેશ્વરને કહ્યું -“હ ભરતેશા ગંગાજળ સમાન નિર્મળ અને શત્રુંજયગિરિના જ એક શિખરરૂપ એવું ઉજજયંત તીર્થ પણ ત્રણે લોકમાં ઉત્તમ ગણાય છે. કહ્યું છે કે - તત્ત્વજ્ઞ પુરુષો જે પરમ પર્વતને અનાદિ કાળથી તીર્થરાજ શ્રીવિમલગિરિના શિખર રૂપ કહે છે તે શ્રીગિરનાર ગિરિરાજ જયવંત વર્તે છે.” સ્વર્ગ, મત્સ્ય અને પાતાલલોકમાં આવેલાં પવિત્ર સ્થાવરતીર્થોમાં ઉજજયંતગિરિ સમાન અન્ય તીર્થ નથી. અહીં ગૌરવપૂર્વક સત્પાત્રે દાન આપતાં ચક્રવર્તીપદ તરતમાં પ્રાપ્ત થાય છે. હે રાજન્ ! એ ભુવનોત્તમ તીર્થમાં અનંત જિનેશ્વરી પૈકી કેટલાકનાં ત્રણ ત્રણ અને કેટલાકનાં એક એક કલ્યાણક થયાં છે. સાધુઓ સહિત અનંત જિનવરો ત્યાં સમોસર્યા છે અને એના આલંબનથી અનંત મુનિવરો પંચમગતિને પામ્યા છે. અતીત ચોવીશીના નમીશ્વરાદિક આઠ તીર્થકરોનાં અહીં ત્રણ ત્રણ કલ્યાણક થયાં છે. વળી શુદ્ધ બ્રહ્મચર્યથી પવિત્રાત્મા અને હરિવંશમાં એક મૌક્તિરૂપ એવા બાવીશમાં તીર્થકર શ્રીઅરિષ્ટનેમિ ભગવાન એક હજાર રાજાઓ સહિત સહસ્સામ્રવનમાં આવી પરમ નિગ્રંથતા પામી શુકલ ધ્યાનથી સમાધિયુક્ત કેવળજ્ઞાન મેળવી સમવસરણથી એ તીર્થને પાવન કરીને ત્યાં જ મોક્ષે, જવાના છે, તેથી મહીતલ પર એ રૈવતાચલ
-
--------
é
)))
કો) ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org