________________
तीथोद्धारं कृत्वा निजदर्शनप्रतिष्ठापरैर्व्याख्याक्षणो विधेय' इति तद्वचनेन्धनप्रोज्जवलितप्रतिघप्रज्वलनादामनृपतिं सहादाय तेन समं तां भूधरधरामवाप्य 'सप्तभिर्दिनैर्वादस्थलेन दिगम्बरान् पराजित्य श्रीसङ्घसमक्षं श्रीअम्बिकां प्रत्यक्षीकृत्य 'इक्कोवि नमुक्कारो०' 'उजिन्तसेलसिहरे०' इति तदुक्तां गाथामाकर्ण्य सिताम्बरदर्शने स्थापिते सति पराभूता दिग्वसना बलानकमण्डपात् झम्पापातं वितेनुः।।२२७॥
II રૂતિ ક્ષેત્રાધિપોત્પત્તિpવશ્વ: || અર્થ :- ધામણઉલી નામના ગામમાં રહેનારો ધાર નામનો એક વેપારી જે લક્ષ્મીથી કુબેરની સ્પર્ધા કરતો હતો તે સંઘનો અધિપતિ થઈને આનંદથી પૈસા ખરચી માણસોને જીવતદાન આપતો પોતાના પાંચ પુત્રો સાથે ગિરનારની યાત્રા કરવા ગયો અને ગિરનારની તળેટીમાં છાવણી નાખીને રહ્યો. ત્યાં એ પ્રદેશના દિગંબરમાર્ગના અનુયાયી એક રાજાએ આ શ્રેષ્ઠીઓ શ્વેતાંબરમાર્ગનો અનુયાયી છે એમ ગણીને તેને(પર્વત ઉપર ચડતાં) અટકાવ્યો. આથી રાજાનાં તથા શ્રેષ્ઠીનાં લશ્કરો વચ્ચે લડાઈ થઈ. આ લડાઈમાં દેવભક્તિથી જેના સાહસને ઉત્તેજન મળ્યું છે એવા તે શ્રેષ્ઠીના પાંચ પુત્રો યુદ્ધના અપ્રતિમ રસથી લડતાં, મરણ પામ્યા અને ત્યાં જ ક્ષેત્રપતિ થયા. ક્ષેત્રપતિ તરીકે તેઓનાં નામો નીચે પ્રમાણે પડ્યાં. (૧) કાલમેઘ, (૨) મેઘનાદ, (૩) ભૈરવ, (૪)
એકપદ અને (૫) વૈલોક્યપાદ તીર્થના શત્રુને મારતાં મરેલા તે પાંચે પર્વતની આસપાસ વિજય પામે છે. આ પછી એકલો બાકી રહેલો તેના પિતા ધાર કાન્યકુજ્જ દેશમાં ગયો અને શ્રી બપ્પભટ્ટસૂરિ વ્યાખ્યાન કરતા હતા એ વખતે શ્રીસંઘને કહ્યું કે રેવતકતીર્થમાં દિગંબરો સ્થિર થઈ બેઠા છે અને તેઓ શ્વેતાંબરોને પાખંડી ગણીને પર્વત ઉપર ચડવા નથી દેતા. માટે તેઓને જીતીને તીર્થનો ઉદ્ધાર કર્યા પછી, પોતાના ધર્મની પ્રતિષ્ઠા જાળવનારા સૂરિઓએ વ્યાખ્યાન કરવા બેસવું જોઈએ.” આ તેના વચનરૂપ લાકડાંથી જેનો ક્રોધાગ્નિ સળગી ઉઠયો છે એવા તે આચાર્ય ત્યાંના રાજાને સાથે લઈ ગિરનાર નજીક આવ્યા અને સાત દિવસ સુધી વાદ કરીને દિગંબરોને હરાવ્યા. પછી શ્રી સંઘના દેખતાં શ્રી અમ્બિકાનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં તથા ‘ડ્રોવિ નમુક્યારો’ ‘ઝિન્તસેન રિસરે.’ વગેરે દેવીને મોઢેથી સંભળાવ્યું. આ રીતે શ્વેતાંબર માર્ગની સ્થાપના થતા હારેલા દિગંબરોએ બલાનક (દેવમંદિરના પ્રવેશદ્વાર ઉપર આવેલા) મંડપ ઉપરથી પાપાત કરીને આપઘાત .
આ રીતે ક્ષેત્રાધિપતિઓની ઉત્પત્તિનો પ્રબંધ પૂરો થયો.
(C
C
S ))
------------
કોગિરનાર ગ્રંથોની ગોદમાં
- ૯૩
Jain Edication international
For Personal & Private Use Only
www.jainelibrary.org