SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર માન્યતા થઈ છે, એમ જ જણાશે. - “અહીં હું સ્ત્રીને અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠે નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયે છે, તેનું સહજ સૂચવન કર્યું. - “સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે; અને એ દેષ જવાથી, આત્મા જે જુએ છે તે અદભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મેહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું. “સ્ત્રીના સંબંધમાં કઈ પણ પ્રકારે રાગ દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઈચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું. બીજા એક લેખમાં શ્રીમદ્ જણાવે છે કેઃ “સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના એર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે, પણ દુખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વક કાં ઘેરે છે? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહિ ગમતા પદાર્થોને જેવા, સુંઘવા, સ્પર્શવા પડે છે, અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy