________________
જીવન સાધના
૫૯
તે કાજળગૃહમાં રહેવાથી થવાનું નથી. કષાયનું તે નિમિત્ત છે, મેહને રહેવાને અનાદિકાળને પર્વત છે.”
જાણે કે આ સત્યની જ પ્રત્યક્ષ અનુભૂતિ મેળવવા શ્રીમદ્દ લગ્નજીવન અંગીકાર કરવા કટીબદ્ધ થતા હોય એ રીતે વીસમા વર્ષના પ્રારંભમાં એક સ્નેહી ઉપર મુંબઈથી ૧૯૪૪ પોષ વદ ૧૦ના રેજ પત્ર લખી તેઓ જણાવે છેઃ
લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિશે તેઓને આગ્રહ છે, તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી.
લક્ષ્મી ઉપર પ્રીતિ નહિ છતાં કઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી, મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતું. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહે. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પષની)ને રેજ અહીંથી રવાના થઉં છું.
પરાર્થ કરતાં વખતે લક્ષમી અંધાપ, બહેરાપણું અને મૂગાપણું આપી દે છે. જેથી તેની દરકાર નથી.
“આપણે અન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી, પરંતુ હૃદય-સગપણને છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયેલ છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી
• રાગદ્વેષ વૃત્તિઓનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org