________________
જીવનસાધના
૧૭૯
નીતિ સંબંધી શ્રીમને ખ્યાલ ઘણે ઊંડે હતો, અને તેને શ્રીમદ્ સર્વ આધ્યાત્મિકતાનું મૂળ માનતા. આ પુસ્તકમાં અનીતિ દૂર થાય અને નીતિ–સદાચાર પ્રત્યે પ્રેમ થાય તે પ્રકારે સત્ય, શીલ, ઉદ્યમ, શિક્ષણ આદિ વિષયને બેત્રણ ચોપડી ભણીને ઊઠી ગયેલી મોટી ઉંમરની બહેનને પણ વાંચવાનું ગમે એવી સરળ ભાષામાં નિરૂપેલા છે.
“પુષ્પમાળા એ પણ શ્રીમદનું સેળ વર્ષની ઉંમર પહેલાનું લખાણ ગણાય છે. તેમાં સૂત્રાત્મક વાક્યોની શૈલીથી, તથા માળાની પેઠે નિત્ય આવર્તન કરી શકાય એ હેતુથી ૧૦૮ બેલ લખ્યા છેઃ નવા ઊછરતા યુવાનની કેળવણીમાં સાચી કેળવણીની જે ખામી છે તે દૂર કરી, તેમને અગ્ય વાંચનમાંથી બચાવી તેમને સન્માર્ગે દોરવાનું તેમાં પ્રજન છે, આ કૃતિ કઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક રૂપોથી ગૂંથાયેલી અને કઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી અથવા પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત્ પઠન કરવા ગ્ય ચિંતન કરવા ગ્ય છે.
પુષ્પમાળા” ની શરૂઆતમાં, રાત પૂરી થઈ, ન દિવસ આ ગયા દિવસ ઉપર નજર નાખી જાઓ અને નિષ્ફળ ગયેલા વખત માટે વિચાર કરે; કરવાનાં કામેની બાબતમાં સમય, શક્તિ અને પરિણામ તપાસી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org