________________
જીવનસાધના
૧૨૭
યેગ્યતા નથી, પણ કઈ યોગ્ય પુરુષને તમે આપશે તો તેને જ્ઞાનપ્રાપ્તિ થશે.”
એ બીજજ્ઞાન શેઠે એ પ્રમાણે બીજા કોઈ યોગ્ય પુરુષને આપવાનું કહીને પિતાના પુત્ર સેભાગભાઈને બતાવ્યું હતું.
એક વખત કંઈ કામ પ્રસંગે ભાગભાઈને મેરબી જવાનું હતું. તે વેળાએ શ્રીમદ્ રાજચંદ્ર મેરબીમાં હતા. એટલે સભાગભાઈએ મેરબી જતી વખતે પિતાના પિતા લલુભાઈને કહ્યું: “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તેઓ હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે, તે આપ કહે તે તેમને હું “બીજજ્ઞાન” બતાવું.”
લલ્લુભાઈએ હા પાડી, એટલે તે મોરબી ગયા ત્યારે શ્રીમને મળવા ગયા.
તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. સેભાગભાઈના આવતાં પહેલાં તેમણે પોતાના નિર્મળ જ્ઞાનથી જાણી લીધું કે ભાગભાઈ નામના માણસ “બીજજ્ઞાન”ની વાત બતાવવા માટે આવે છે. એટલે શ્રીમદે કાગળની એક કાપલી ઉપર સભાગભાઈ જે કહેવા આવતા હતા એ બધું લખી નાખ્યું અને એ કાપલીને ગાદી પાસેના ગલ્લામાં મૂકી દીધી.
સેભાગભાઈ દુકાન પાસે આવ્યા, એટલે શ્રીમદે એમને આવકાર આપતાં કહ્યું: “આ સભાગભાઈ.”
સોભાગભાઈને નવાઈ લાગી કે, મને શ્રીમદ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org