________________
૨૯૧
સમુદ્રની ઊંચી સપાટી ઉપરથી દેખાતું આકાશ એકદમ ભૂરા રંગને ધારણ કરે છે. આવા આકાશનું દર્શન અત્યન્ત મનેહર અને અને તાજગી તથા ઠંડક આપતું લાગે છે. હિમાલયમાં સામાન્યતઃ–પણ કૌસાનીમાં વિશેષતઃ–આ નીલવર્ણા આકાશની ભવ્યતા, કમનીયતા તેમ જ ગહનતા હું મુગ્ધભાવે નિહાળ્યા કરતે અને ઊંડી પ્રસન્નતા અનુભવતે. આપણે આકાશ ખાતા થઈએ - આ આકાશદર્શનની રમણીયતાની હું વાત કરી રહ્યો છું, ત્યારે આકાશદર્શનને સતત માણી રહેલા વિનોબાજી સાથે સંબંધ ધરાવતી એક વાતને, પ્રાસંગિક ચર્ચા સાથે જરા અપ્રસ્તુત હોવા છતાં, ઉલ્લેખ કરવાના પ્રલોભનને હું રોકી શકતું નથી. તેમણે એવી મતલબનું ઘણું વાર જણાવ્યાનું મને યાદ છે કે, હું આકાશ ખાઉં છું, ખાધા જ કરું છું અને એટલે જ મને પેટમાં અલસર છે અને બીજા શારીરિક ઉપદ્રવો છે, એમ છતાં પણ હું ખૂબ કામ કરી શકું છું, સારી પેઠે ચાલી શકું છું અને મન પણ ખૂબ પ્રસન્ન રહે છે. આપણે અન્ન ખાઈએ છીએ, બંગાળીઓની ભાષામાં આપણે જળ પણ ખાઈએ છીએ, (બંગાળીઓ જળ અથવા તે પાણી પીવું એમ નથી કહેતા, પણ પાણી ખાવું એવો ભાષાપ્રયોગ જળપાન અંગે કરે છે.) અને આપણે હવા ખાઈએ છીએ, પણ અમે આકાશ ખાઈએ છીએ એમ આપણામાંથી કોઈ કદી કહેતું જ નથી, કારણ કે આકાશ વિષે એવો અભિગમ હજુ આપણામાં પેદા જ થયો નથી. વસ્તુત: જે આપણને ચોતરફ વીંટળાઈ વળેલ છે, અને જે આપણી ઉપર પણ છે, એ આકાશ સામે આપણે ભાગ્યે જ નજર કરીએ છીએ. આકાશ અનત તવનું અપ્રતિમ પ્રતીક છે. આકાશ ખાવું એટલે સ્થૂળ દૃષ્ટિએ આકાશને એકીટશે અવારનવાર નિહાળ્યા કરવું; આધ્યાત્મિક દૃષ્ટિએ અનન્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org