SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ અને અકળામણમિશ્રિત લાગણીઓ વડે ગ્રીષ્મની તત્કાલીન સરમુખત્યારી હું અનુભવી રહ્યો હતો. એટલામાં ફ્રન્ટીયર મેલ આવ્યો. સભાગે તેમાં પણ અમને અનુકૂળ રીઝર્વેશન મળી ગયું હતું. કેરીડેરવાળી ફર્સ્ટ કલાસમાં બે કંપાર્ટમેન્ટ અમને ઇલાયદા મળી ગયાં હતાં. આટલી મનધારી સગવડ મળી જવાથી અમે મનમાં રાહત અનુભવી. ટ્રેનની અંદર અમે અને અમારો સામાન બધું સરખી રીતે ગોઠવાઈ ગયું. મુંબઈની દિશાએ અમે–અમારી ગાડી– આગળ ને આગળ દોડવા લાગી. આખે રસ્તે ઋતુના પ્રખર સ્વરૂપનું દર્શન થઈ રહ્યું હતું. ઉત્કટ આતપથી ધરતી ધમધમી રહી હતી. ગરમ લૂનો સ્પર્શ અંગેઅંગમાં અકળામણ પેદા કરતો હતો. રેલવે ટ્રેન સમ-વિષમ પ્રદેશ ઉપર પવનવેગે દોડી રહી હતી. નદી-નાળા મોટે ભાગે સૂક, તે કોઈ કોઈ ઠેકાણે પાણીની પાતળી સેરથી શોભી રહેલાં નજરે પડતાં હતાં. સૂર્ય આકાશનું શિખરસ્થાન વટાવીને પશ્ચિમ બાજુ ઢળી રહ્યો હતો અને તડકો નમતો જતો હતો અને ગરમીની ઉગ્રતા પણ કાંઈક શમી રહી હતી. હવામાનના આ સુભગ પરિવર્તનને, રેલવે કંપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર આગળ બન્ને બાજુના સળિયા પકડીને ઊભો ઊભો હું, પ્રસન્નતાપૂર્વક નિહાળી રહ્યો હતો. એવામાં ડબાની અંદરના ભાગમાં જવાનો વિચાર આવતાં એક બાજુને સળિઓ મેં છોડી દીધું અને બીજી બાજુને સળિઓ છોડીને અંદર આગળ વધું તે પહેલાં પ્રવેશદ્વારનું બારણું એકાએક પાછળથી બંધ થયું, અને ડાબા હાથને પચે સારી રીતે ચેપા. બારણાની કોર ઉપર રબરની લાઈનિંગ હેવાથી પચાના હાડકાને ખાસ કાઈ ઈજા ન થઈ, પણ પછી તે પિચાની સારવારની ચિન્તા અને વેદનાએ સૌના આનંદકલ્લોલમાં ભંગ પાડો. રાત્રે આઠ વાગ્યા લગભગ રતલામ આવ્યું. રાત્રીનો સમય ઠીક ઠીક પીડામાં પસાર કર્યો. સવારના વલસાડ ચિં. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy