________________
૨૫
રસો બહુ જ ખરાબ હતે. આમથી તેમ વળાંક લેતી અને ખાડાખડિયાવાળી સડક અમારા સ્ટેશન વેગનને પડકારતી હતી. આ પડકારને સામને કરતું સ્ટેશન વેગન કાસારદેવી સમીપ પણ એક કલાકમાં પહોંચી ગયું. અહીંથી પહાડની ટોચ ઉપર પહોંચવા માટે થોડુંક ઊંચે ચઢવાનું હતું. ઉપર પહોંચ્યાં. કાસારદેવીના મંદિરમાં દાખલ થયાં. પથ્થરની શિલાઓ વચ્ચે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ કાસારદેવીની મૂર્તિનાં દર્શન કર્યા અને ફરતી પ્રદક્ષિણા કરી. અહીંથી ચારે બાજુએ પથરાયેલા વિરાટકાય હિમાલયનાં અદ્ભુત દર્શન થતાં હતાં. ઉત્તર બાજુએ આકાશ સ્વચ્છ હોય ત્યારે હિમપર્વનાં દર્શન શકય બનતાં હતાં. કાસારદેવીના મંદિરની બાજુએ જરા ઊંચે ચઢીને અમે એક બીજા મંદિરમાં મહાદેવનાં દર્શન કર્યા. આસપાસના દશ્યથી અમારું ચિત્ત ખૂબ પ્રભાવિત થયું. પણ અહીં અમને વધારે રોકાવું–મન તો ઘણું થાય તો પણ–પરવડે તેમ નહોતું. માથે આકાશમાં વાદળની ઘટા છવાઈ રહી હતી. સાંજ પહેલાં અમારે અમારા નિવાસસ્થળે પહોંચી જવું જ જોઈએ અને તે પહેલાં અમારે બીજું પણ એક રેકાણ હતું. લામા અનાગરિક ગોવિન્દ અને લી ગોતમી
અહીં નજીકમાં વસતા એક લામાદંપતીને મળવા અમે ઈચ્છતાં હતાં. બૌદ્ધ ધર્મ બે મોટા સંપ્રદાયમાં વહેંચાઈ ગયો છે: એક મહાયાન અને બીજે હીનયાન. સિલોન બાજુ પ્રચલિત છે તે હીનયાન સંપ્રદાય. લામા એટલે બૌદ્ધ સાધુ અથવા ધર્મગુરુ. આ બાજુના લામાઓ બે પ્રકારના હોય છે : એક બ્રહ્મચારી અને બીજા ગૃહસ્થાશ્રમી, લામા ગોવિન્દ ગૃહસ્થાશ્રમી હતા. આ લાભાયુગલ સંબંધે, અમને મુંબઈ પ્રદેશના મજૂરપ્રધાન શાંતિલાલ શાહ નૈનીતાલમાં મળેલા ત્યારે તેમની પાસેથી, અમે પહેલી જ વાર જાણેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org