________________
૨૩૯
કરવા લાગ્યા અને પરણામે હિમપતાએ પણ સારી રંગ ધારણ કર્યાં. આ ત્રિશુલ છે, આ નદાકાટ છે, વચ્ચે ઝાંખા દૂર દેખાય છે તે નંદાદેવી છે, ડાબી બાજુએ કામ! ઊંચું માથું રાખીને ઊમા છે, ઉત્તર દિશાના ખીજે છેડે કેદારનાથ અને બદ્રીનાથ ડોકિયું” કરી રહ્યા છે.આમ એકમેકની સામેનાં હિમશિખરોની આળખાણ કરવા-કરાવવામાં અમે ભારે ઉત્સાહ અનુભવવા લાગ્યાં. ગારખભાઈનું કહેવુ હતું કે આ ઋતુમાં સવારના ભાગમાં તે હિમપવ તા ઉપરની રંગછાયા બદલાયે જતી હતી; શુદ્ધ સફેઃમાંથી આ પીળા, તેમાંથી ઘેરા સોનેરી, તેમાં વળી લાલ-ગુલાબી રંગની આછી હાંરું અને તેમાંથી છેવટે શુદ્ધ ચકચકતા ત્રાંબા જેવા લાલ રંગ—આમ હિમપતા ઉપર ચાલી રહેલી વર્ણ પરિવર્તનની લીલા આંખાને મુગ્ધ અનાવી રહી હતી. સામેનાં બધાં શિખરેામાં પણ મહાદેવના ત્રિશુળનું સ્મરણ કરાવતા ત્રણ શિખરાવાળા ત્રિશૂલ અમારુ સૌથી વધારે ધ્યાન ખેંચતા હતેા. બીજા હિમપતા કરતાં પ્રમાણમાં તે કાંઈક વધારે નજીક હાઈને સૌથી વધારે ઊંચેા અને પ્રભાવશાળી લાગતો હતા. આ હિમશિખરા સીધી લીટીએ ૩૦ થી ૩૫ માઈલ અન્તરે હાવાનુ... પાસે બેઠેલા મિત્રો જણાવતા હતા. સૂ હવે તે આથમી ચૂકયા હતા; હિમશિખરા ઉપર પ્રતિબિ ંબિત થઈ રહેલાં કિરણા લુપ્ત થવા માંડયાં હતાં. આમ છતાં પણ્ ત્રિશૂળ ઉપર હજુ પણ ત્રાંબિયા લાલ ર`ગ ચેાંટી રહ્યો હતેા. એ પણ આખરે અલેપ થયા અને હિમપતાએ જાણે કે વવિકારમાંથી મુક્તિ મેળવી ન હાય તેમ હવે આખી શિખરમાળાએ રાખાડી-ભૂખરી ક્રા-િત ધારણ કરી હતી. સામેનું દૃશ્ય કોઇ જટાધારી જોગી સાડી પાથરીને સૂતા ન હાય, ઉમાપતિ ચંદ્રમૌલીશ્વર નીલકઢ મહાદેવ જાણે કે અમારી સામે પ્રગટ થયા ન હેાય, એવેા ગહન-ગૂઢ ભવ્યતાથી પણ ઉપરના કાઈ ભાવ દાખવતું હતું. આજે અમે હિમપતના સમગ્ર વિસ્તાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org