________________
એમ બે વર્ગો હોય છે. બસ હાંકનારની બાજુની બેઠક અને પાછળને આખો બાંકડો, જેમાં ચાર પેસેન્જર સગવડપૂર્વક બેસી શકે છે, તેને અપર કલાસ કહેવામાં આવે છે. અપર કલાસનો દર સાધારણ રીતે માઇલે દોઢ આનો હોય છે અને લોઅર કલાસને દર માઈ લે એક આને હોય છે. અપર કલાસમાં બેઠા હોઈએ તો આસપાસનું દૃશ્ય જોવામાં વધારે અનુકૂળતા રહે છે. આસપાસનું મૃષ્ટિસૌન્દર્ય વધારે મોકળાશથી માણી શકાય એ હેતુથી સાધારણત: અમે અપર કલાસમાં મુસાફરી કરતા હતા. આ બસના ડ્રાઈવરે ઘણા કુશળ હોય છે. સપાટ પ્રદેશ ઉપર બસ કે મોટર હાંકવી એ એક વાત છે : ચાલુ ચઢાણ-ઉતરાણ અને ઘડીએ ઘડીએ આવતા વળાંક ઉપર બસ કે મોટર હાંકવી એ બીજી જ વાત છે. આ માટે મેટરના હીલ ઉપર પૂરો કાબૂ, સમય સૂચકતા અને પૂરતા પ્રમાણમાં શારીરિક તાકાત હોવી જરૂરી છે. મોટર કરતાં બસ ચલાવવી તે અઘરું અને શિયારીનું કામ છે. નાની સરખી પણ ભૂલ થાય તો બસ ઊંડી ખીણમાં જઈને પડે અને ૪૦-૫૦ પેસેન્જરમાંથી ભાગ્યે જ કોઈ બચે. આ બાજુ બસને ભાગ્યે જ અકસ્માત થતે સાંભળવામાં આવે છે; કારણ કે બસના ડ્રાઈવરે ખૂબ હોંશિયાર અને પૂરી તાલીમ પામેલા હોય છે. અને તેમને સૂચવવામાં આવેલી ગતિની મર્યાદામાં રહીને જ તેઓ બસ ચલાવે છે અને અન્ય બસ કે મેટરને વટાવીને આગળ દોડી જવાની કરી પણ અધીરાઈ દાખવતા નથી. બસમાં નિયત સંખ્યાથી વધારે પેસેન્જરોને સાધારણ રીતે લેવામાં આવતા નથી અને ટાઈમ ટેબલને બનતાં સુધી વળગી રહેવામાં આવે છે. એવા કેટલાક સાંકડા માર્ગે છે કે જ્યાં વન-વે ટ્રાફિક ની ગોઠવણ નકકી કરેલી હોય છે. આનો અર્થ એ છે કે અમુક સમયથી અમુક સમય સુધી માત્ર એક દિશાએ જતી જ બસો ચાલે; તે સમયનો ગાળો પૂરો થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org