SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામવૃત્તાંત ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મજ્યો ઉદય કર્મને ગર્વ રે. ધન્ય) ૧ ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે, ઓગણીસસે ને બેતાળીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ૨ ઓગણીસ ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય૦ ૩ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય) ૪ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. ધન્ય૦ ૫ યથાહેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે, ધન્ય૦ ૬ આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત ગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશનિ દેહવિયોગ રે. ધન્ય૦ ૭ અવશ્ય કર્મને ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦.૮ શ્રીમદ રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy