________________
અર્પણ-પત્રિકા “અહો! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહા ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયો, વનું ચરણાધીન ”
मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः त्रिभुवनमुपकारश्रेणिभिः पूरयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं
निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ?" જેનાં મન, વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃત ભરેલું છે, જે ત્રણ લોકને ઉપકારની પરંપરા વડે પૂરી દે છે; અન્યના પરમાણુ જેવડા ગુણોને પણ જે પર્વત જેવડા ગણી સદા પિતાના હૃદયમાં વિકસાવે છે તેવા સંતે જગતમાં કેટલાક હોય?
આવા વિરલ સલૂણા સંત શ્રીમદ્ લઘુરાજ મહારાજનો યોગ આ મનુષ્યભવનું સફળ૫ણું થવામાં ઉત્તમ નિમિત્તરૂપ બન્યો હોવાથી તથા જેમની છત્રછાયામાં આ “શ્રીમદ્ રાજચન્દ્ર જીવનકળા’ની સંકલનારૂપ શુભ કાર્ય શરૂ થઈ પૂર્ણ થયું હોવાથી, તેમ જ શ્રીમદ્ રાજચન્દ્રના આત્મજ્ઞાનનો વારસો પામી અનેક આત્માઓને આત્મજ્ઞાનનો રંગ લગાડવામાં એંશી વર્ષની પકવ વય થઈ ગયા છતાં પ્રબળ પુરુષાર્થમાં પ્રવર્તતા હોવાથી, તેમના જ યોગબળે તૈયાર થયેલ “ ફૂલ નહીં તે ફૂલની પાંખડી રૂપ આ પ્રયત્ન-પુષ્પ તેમની સેવામાં આત્મઅર્પણ ભાવે સાદર સમર્પણ કરી કૃતાર્થ થાઉં છું.
લિ૦ તે પ્રત્યુપકાર વાળવા
સર્વથા અસમર્થ, સદા આભારી સપુરુષના ચરણકમળની સેવાને ઇચ્છક
દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગોવર્ધન - ૯ --
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org