________________
સાધુ-શ્રાવક, સવાલ-૪ સાધુ કેવા હોવા જોઈએ અને તેમની મુખ્યપણે
શી શી ફરજો છે ? જવાબ- જે પુરૂષ નિર્ગથ થાય એટલે કે ઘરબાર તથા બશે
છોકરાંની લાલચ છેડી, બ્રહ્મચર્ય ધારણ કરી શ્રી જિન ભગવાને કથિત ઉપદેશ કરતા રહે તે સાધુ જાણવા. તેમણે પાંચ મહાવ્રત એટલે પાંચ યમ પાળવા જોઈએ. જેવા કે અહિંસા, સત્ય, અચેરી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેના માટે તેણે દશ ફરજો બજાવવી તે આ પ્રમાણે છે; શાંતિ (ક્ષમા ) ધરવી, માર્દવ (નમ્ર રહેવું ), આર્જવ (સરલ થવું, મુકિત (નિલભી થવું) તપ (તપસ્વી થવું), સંયમ (ચારિત્ર ધર્મ પાળવો). સત્ય (સત્યવાદી થવું), શાચ (પવિત્ર રહેવું), અકિંચન (નિસ્પૃહ રહેવું) અને બ્રહ્મચર્ય (બ્રહ્મચારી થવું), આ દશ ફરજે પાળે
તે સાધુ. સવાલ-૫, કે હાય તે શ્રાવક ગણાય ! જવાબ- જિન આજ્ઞા પ્રમાણે વર્તવાને જેને નિરંતર ભાવ
થયા કરે તે શ્રાવક ગણાય. સવાલ-૬, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર વર્ગના
આચારવિચાર જુદા જુદા છે કે કેમ ? જવાબ- ચારે સમ્યકત્વ અથવા સત્ય શ્રદ્ધાવાળા હોવાથી એક
સરખા કહેવાય છે. આ ચારેની એકતા કાયમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org